5 લાખ સુધીની આવક ટેક્સ-ફ્રી થઈ શકે છે, ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ વધારવામાં આવી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 12:19:34
  • Views : 303
  • Modified Date : 2021-01-31 12:19:34

    નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે બજેટમાં વૃદ્ધોને ઘણી ઘણી છૂટ આપી શકે છે. એક તો તેમના માટે ઈન્કમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે. બીજું, કોરોના મહામારીને કારણે ઈન્શ્યોરન્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા તેના પ્રીમિયમ પર મળતા ટેક્સ છૂટ પણ વધારવાની ચર્ચા છે. આ ફેરફાર જૂની ટેક્સ વ્યવસ્થામાં થશે.વૃદ્ધોને અત્યારે એક વર્ષમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ભરવો પડતો નથી. આ લિમિટ 6 વર્ષ પહેલા 2014માં નક્કી કરવામાં આવી હતી. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા તેને 5 લાખ સુધી વધારવામાં આવી શકે છે. 80 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો માટે આ લિમિટ પહેલાથી જ 5 લાખ રૂપિયા છે.

    ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80D અંતર્ગત સિનિયર સિટીઝન દ્વારા ચૂકવણી કરવામાં આવેલા 50 હજાર રૂપિયા સુધી હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ મળે છે. કોરોના મહામારી બાદ સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા તેને 1 લાખ સુધી વધારી શકે છે.વરિષ્ઠ નાગરિક સેક્શન 80 TTB અંતર્ગત સેવિંગ બેંક અકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ પર વર્ષમાં 50 હજાર રૂપિયા સુધીની છૂટ ક્લેમ કરી શકે છે. તેને 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી શકે છે.

    પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)માં મળતું વ્યાજ ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે. અત્યારે તેના વ્યાજ પર ફિક્સ્ડ ડિપોઝિટની જેમ ટેક્સ આપવો પડે છે. આ સ્કીમમાં અત્યારે 7.4% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.અત્યારે સેક્શન 80DDB અંતર્ગત સિનિયર સિટીઝન ટેક્સપેયર કેટલીક ખાસ બીમારીઓની સારવાર પર થતા ખર્ચ માટે 1 લાખ રૂપિયા સુધીનો ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પરંતુ કોરોના જેવી બીમારીના કારણે સારવારનો ખર્ચ વધી ગયો છે. તેના કારણે સેક્શન 80DDB અંતર્ગત મળતા ટેક્સ છૂટને વધારવામાં આવી શકે છે.




Download Our B K News Today App



Related News