ભારતમાં 10 વર્ષમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ વ્યક્તિ દીઠ 30% વધ્યો, અયોગ્ય રીતે લેવાથી કિડની ફેઈલ થવાનું અને ડાયેરિયાનું જોખમ રહે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 13:36:03
  • Views : 314
  • Modified Date : 2021-02-11 13:36:03

    આપણે સામાન્ય શરદી- ઉધરસ થઈ હોય તો એન્ટિબાયોટિક ટેબલેટ લઈ લેતા હોઈ છીએ, પરંતુ તે ખોટું છે, કેમ કે એન્ટિબાયોટિક્સ દરેક બીમારીની સારવાર નથી અને તેને વધારે લેવાથી અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે. વર્લ્ડ એન્ટિબાયોટિક્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં છેલ્લા 10 વર્ષમાં વ્યક્તિ દીઠ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ 30% સુધી વધી ગયો છે. એટલે કે દરેક ભારતીય પહેલા કરતા 30% વધારે એન્ટિબાયોટિક્સ લે છે.

    નવી દિલ્હી, AIIMSમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમા કુમારના જણાવ્યા પ્રમાણે, એન્ટિબાયોટિક્સના દૂરઉપયોગથી ડાયેરિયા, ડ્રગ રેશ, કિડની ફેઈલ જેવી સમસ્યા થઈ શકે છે.એન્ટિબાયોટિક્સ ત્યારે લેવી જોઈએ, જ્યારે કોઈ બેક્ટેરિયલ ઈન્ફેક્શન થાય, જેમ કે- સ્કિનમાં, દાંતમાં ઈન્ફેક્શન વગેરે, પરંતુ ડૉક્ટરની સલાહ લઈને લેવી જોઈએ. વાયરલ ઈન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી. કેટલાક લોકો શરદી, ગળામાં બળતરા અથવા તાવ આવે તો એન્ટિબાયોટિક્સ લઈ લેતા હોય છે, જે ખોટું છે.

    એન્ટિબાયોટિક્સ બે પ્રકારની હોય છે. પહેલી બ્રોડ એન્ટિબાયોટિક છે, તે ઘણા બધા બેક્ટેરિયાને કવર કરે છે. તે ત્યારે આપવામાં આવે છે, જ્યારે બેક્ટેરિયા વિશે ખબર ન હોય. બીજા નેરો એન્ટિબાયોટિક છે, તે એક અથવા બે બેક્ટેકિયાને નષ્ટ કરે છે. તે ત્યારે આપવામાં આવે છે, જ્યારે બેક્ટરિયલ વાઈરસ વિશે ખબર હોય.આવું કોઈ ગ્રુપ નથી, જેને એન્ટિબાયોટિક્સ ન આપી શકાય, પરંતુ તેને આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે, જો તમને એન્ટિબાયોટિક્સ લેવાથી રિએક્શન થાય છે તો તેને ન લેવી. બાળકોને અમુક એન્ટિબાયોટિક્સ નથી આપવામાં આવતી. વૃદ્ધ લોકોને એન્ટિબાયોટિક્સનો ઓછો ડોઝ આપવામાં આવે છે.

    અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDEEP)ના રિપોર્ટ પ્રમાણે, 2010થી 2020 દરમિયાન દુનિયામાં એન્ટિબાયોટિક્સના ઉપયોગમાં 47.40% વધારો થયો છે. અમેરિકામાં દર વર્ષે 28 લાખ લોકો એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ સાથે જોડાયેલા ઇન્ફેક્શન થાય છે. તેમાં 35 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.ભારત દુનિયામાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સૌથી મોટું વેચાણ કેન્દ્ર પણ છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, મોટાભાગના ભારતીય વિચારે છે કે, એન્ટિબાયોટિક્સ સામાન્ય શરદી અને ગેસ્ટ્રોએન્ટરાઈટિસ જેવી બીમારીઓની સારવાર કરી શકે છે. આ એક ખોટી ધારણા છે. આ સંક્ર્મણ મોટાભાગે વાઇરલ ઇન્ફેક્શનથી થાય છે અને તેની સારવારમાં એન્ટિબાયોટિક્સની કોઈ ભૂમિકા નથી. આથી ડૉક્ટરની સલાહ પછી જ એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ.


    Download Our B K News Today App



    Related News