બાળકોને પહેલા ઓળખો અને પછી શીખવો, સાચા-ખોટા વચ્ચે તફાવત કેવી રીતે કરવો એ 4 રીતથી જણાવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:22:49
  • Views : 310
  • Modified Date : 2021-01-03 12:22:49

    આમ તો કોરોનાની ખરાબ અસર આપણા બધા પર પડી છે, પરંતુ બાળકો પર તેની વધારે જ નેગેટિવ અસર થઇ છે. તેમની માનસિકતા અને વ્યવહારમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. એક સ્ટડી પ્રમાણે બાળકો મેનર્સની અછત આવી છે અને બેઝિક એટિકેટ્સની તરફ રસ ઓછો થઈ રહ્યો છે.હૈદરાબાદનાં સાઈકોલોજિસ્ટ ડૉક્ટર પ્રજ્ઞા રશ્મિએ કહ્યું કે, આજના સમયમાં આપણે એક ગ્લોબલ માર્કેટમાં છીએ. જ્યાં સ્કિલ્સની સાથે વ્યક્તિત્વ પણ મેટર કરે છે. બાળપણથી વ્યક્તિત્વનું અનેરું મહત્ત્વ હોય છે. આ દરમિયાન બાળકોને સારી ગાઈડન્સની જરૂર હોય છે.ડૉ. પ્રજ્ઞાએ જણાવ્યું કે, આપણે એ સમજવું પડશે કે આ વાત સાઈકોલોજી સાથે જોડાયેલી છે. બાળકોને ડરાવવા-ધમકાવવાથી કામ નહિ ચાલે. પેરેન્ટ્સ કે મોટા હોવાને લીધે આપણે સૌથી પહેલાં તેમને ઓબ્ઝર્વ કરવા જોઈએ અને પછી તેમને એ રીતે ટ્રીટ કરવા જોઈએ.

    આપણામાંથી ઘણા લોકો આજે પણ માતાપિતા પાસેથી મેનર્સમાં રહેવાની ચેતવણીઓ મળે છે અને આપણે ચેતવણીને આપણા બાળકોને પણ આપતા રહીએ છીએ, પરંતુ આ ‘મેનર્સ’ સમસ્યા શું છે? ડૉક્ટર પ્રજ્ઞા કહે છે કે, હકીકતમાં સાચા કે ખોટાની વચ્ચે ફરક કરવાની કુશળતા અથવા સેન્સ ઓફ રાયટ એન્ડ રોન્ગને જ મેનર્સ એટલે કે સ્થિત કહેવામાં આવે છે, તેથી બાળકોને ઠપકો અથવા મારવાની જગ્યાએ તેમને સાચા-ખોટામાં ફરક કરવાનું શીખવો.સાચા-ખોટાની સમજને સાયકોલોજીની દુનિયામાં સેલ્ફ આઈન્ડેટિટી માટે જરૂરી માનવામાં આવે છે. દરેક વ્યક્તિત્વ બોધ માટે જરૂરી છે. તેનાથી મનુષ્ય એ શીખે છે કે સમાજમાં તેની શું જગ્યા છે. તે ઉપરાંત તેનાથી આપણને સામાજિક જ્ઞાન પણ થાય છે. આ બધી વસ્તુઓ વ્યક્તિત્વ માટે જરૂરી છે.

    સાઈકોલોજીસ્ટ કોલ બર્ગે એક થિયરી આપી છે, જે પુશ થિયરીના નામથી ઓળખવામાં આવે છે. તેના અનુસાર, જ્યારે બાળક પાંચ વર્ષનું થઈ જાય છે તો તે પોતાની લિમિટ ટેસ્ટ કરે છે. એટલે કે જે વસ્તુ તેને નકારી દીધી તેને તે એક વખત જરૂર કરવા માગશે.આવી જ રીતે તે પોતાની લિમિટને વધારે પુશ કરે છે. આવી સ્થિતિમાં ઘણા માતાપિતા બાળકોને મારવા અથવા ઠપકા પર વિશ્વાસ કરે છે. તેમને લાગે છે કે, આવું કરવાથી બાળક માની જશે, જ્યારે આ બાળક માટે ખોટું નથી પરંતુ તેનું નેચર છે. આ સ્ટેજમાં તેની ક્યુરોસિટી સોલ્વ કરવાનું હોય છે. તેનાથી તેને પુશ કરવા અથવા લિમિટ ટેસ્ટ કરવાની આદતને છોડાવી શકાય છે.

    લોકો બાળકો સાથે કેવી રીતે વર્તી રહ્યા છે? આ પણ એક પાવરફુલ ફેક્ટર છે. આ બાબત તેના વ્યક્તિત્વને પણ અસર કરે છે. એટલે કે, એકવાર બાળકનાં વ્યક્તિત્વ જો ઊણપ આવી તો પછી તેને બદલવું ખૂબ મુશ્કેલ હોય છે. તેથી, તેને બાળપણમાં શક્ય તેટલો સાચા-ખોટા વચ્ચેનો તફાવત શીખવો.ખાસ કાળજી લો કે તમે માતા-પિતા અથવા વડીલ તરીકે બાળકોની સામે ખોટી રીત ડિસ્પ્લે ન કરો. આનાથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. તેઓ એટિકેટ્સ સંબંધિત વસ્તુઓની અવગણના કરવાનું શરૂ કરવા લાગશે.


Download Our B K News Today App



Related News