ICSIએ CS ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર કર્યું, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઇને રિઝલ્ટ ચેક કરી શકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:40:04
  • Views : 256
  • Modified Date : 2021-01-18 12:40:04

    ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા (ICSI)એ સોમવારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર CS ફાઉન્ડેશન પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. ઇન્સ્ટિટ્યૂટે ઓનલાઇન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ઇ-માર્કશીટ બહાર પાડી છે. પરીક્ષા આપેલ ઉમેદવારો ICSI વેબસાઇટ icsi.edu પર જઇને તેમનું રિઝલ્ટ ઓનલાઇન ચેક કરી શકે છે.


    CS ફાઉન્ડેશન મેરિટ લિસ્ટ 2021 મુજબ, બાલાજી બીજીએ પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે, જ્યારે પ્રિયા જૈને બીજો નંબર મેળવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટે CS ફાઉન્ડેશનની પરીક્ષા 2020 અને 26 ડિસેમ્બર, 2020ના રોજ લીધી હતી. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી.

  •  1. સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ icsi.edu પર જાઓ.
  • 2.  હોમ પેજ પર એક્ઝામ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
  • 3. નવું પેજ ખૂલતાં જ તમારા ક્રેડેન્શિયલ્સથી લોગ ઇન કરો.
  • 4. માહિતી ભરતાં જ રિઝલ્ટ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.
  • 5. હવે તેને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લો.

Download Our B K News Today App



Related News