ICAIએ જાન્યુઆરીમાં યોજાનારી CAની પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યાં, ભૂલ હશે તો હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 12:52:00
  • Views : 271
  • Modified Date : 2021-01-08 12:52:00

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ (ICAI)એ જાન્યુઆરી, 2021માં યોજાનારી CA પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડી દીધાં છે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ICAIની ઓફિશિયલ વેબસાઇટ icaiexam.icai.org પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા શિડ્યૂલ પ્રમાણે CAની પરીક્ષા 21 જાન્યુઆરીથી શરૂ થશે અને તે બપોરે 2 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધીની સિંગલ શિફ્ટમાં જ લેવાશે.

    જો એડમિટ કાર્ડમાં કોઇપણ પ્રકારની ભૂલ દેખાય તો ઉમેદવાર હેલ્પલાઇન દ્વારા સંપર્ક કરી શકે છે. આ માટે, ફાઉન્ડેશનના ઉમેદવારોએ examhelpline@icai.in પર ભૂલની જાણ કરવી પડશે. આ સિવાય ફાઇનલ એક્ઝામના ઉમેદવારો _examhelpline@icai.in પર જઇને મદદ માગી શકે છે. તેમજ, ઇન્ટરમિડિયટ ઉમેદવારો examhelpline@icai.in પર ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય, ઉમેદવારો હેલ્પલાઈન નંબર 0120 3054 851, 852, 853, 854 અને 835 અને 0120 4953 751,752, 753 અને 754 પર પણ કોલ કરી શકે છે.

  •     સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ icai.org પર જાઓ.અહીં ICAI CA એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.હવે એક નવું પેજ ખૂલવા પર માહિત દાખલ કરીને સબમિટ કરો.માહિતી ભરતાં જ એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.

Download Our B K News Today App



Related News