હ્યુન્ડાઈ-કિઆ એક બીજા સાથે શેર કરે છે કમ્પોનન્ટ, તો પણ એકબીજાના કોમ્પિટિટર; જાણો તેનું કારણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 12:40:01
  • Views : 307
  • Modified Date : 2021-01-21 12:49:46

    ભારતના કાર માર્કેટમાં સૌથી ઝડપી ગ્રોથ SUV સેગમેન્ટમાં છે. જોકે મોટાભાગની કંપની આ સેગમેન્ટમાં છે, પરંતુ હ્યુન્ડાઈ અને કિઆ બધી બ્રાન્ડ પર ભારે છે. બંને સાઉથ કોરિયન બ્રાન્ડ એકબીજાની કોમ્પિટટર છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કિઆ અને હ્યુન્ડાઈ ન માત્ર ટેક્નોલોજી શેર કરે છે બલકે તેનાં પ્લેટફોર્મ, એન્જિન અને ગિયરબોક્સ પણ એક જ હોય છે. તેવામાં એક કન્ફ્યુશન થાય કે શું બંને એક કંપનીઓ છે, જે અલગ અલગ નામથી બિઝનેસ કર કરી રહી છે. હકીકત શું છે આવો જાણીએ...કંપનીઓ તો અલગ છે, પરંતુ બંનેની એકબીજામાં ભાગીદારી છે. એક સમય કિઆ મોટર્સમાં હ્યુન્ડાઈની ભાગીદારી 51% હતી, પરંતુ હવે 34% છે. બીજી તરફ હ્યુન્ડાઈ મોટર્સની આશરે 22 સબ્સિડરીમાં કિઆની ભાગીદારી 5-45% છે.

    કિઆની સ્થાપના 1944માં થઈ હતી, જ્યારે હ્યુન્ડાઈની 1967માં. ત્યારે બંને કંપનીઓ અલગ હતી. કિઆએ સાઈકલ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારબાદ મોટરસાઈકલ અને ટ્રક મેન્યુફેક્ચરિંગમાં પણ એન્ટ્રી કરી હતી. 1980માં કિઆએ ફોર્ડ સાથે પાર્ટનરશિપ કરી અને 1986માં પ્રાઈડ કારનું પ્રોડક્શન શરૂ કર્યું. 1988માં એશિયામાં નાણાકીય સંકટ પછી કિઆ પોતાને બેન્કરપ્ટ જાહેર કરવા માટે અરજી કરી હતી ત્યારે ફોર્ડે પોતાનો માર્કેટ શેર હ્યુન્ડાઈને વેચી દીધો.

    વેશ્વિક સ્તર પર કિઆનો પોર્ટફોલિયો હ્યુન્ડાઈ કરતાં મોટો છે. કિઆ 18 મોડેલ વેચે છે. તેમાં સેડાન, મિનીવેન, SUV, ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ સામેલ છે. બીજી તરફ હ્યુન્ડાઈ પાસે આ જ સેગમેન્ટના 13 મોડેલ છે.કિઆની કારમાં UVO ટેક્નોલોજી હોય છે. આ એક ઇન્ફોટેનમેન્ટ અને ટેલીમેટિક્સ સિસ્ટમ છે, જે કારનું લોકેશન ફોન પર મોકલવા અને ફોનને બ્લુટૂથથી કનેક્ટ કરવાની સાથે અન્ય ઘણા પ્રકારના કામ કરે છે. હ્યુન્ડાઈની સાથે પણ આવી જ એક સિસ્ટમ છે, જેને કંપની હ્યુન્ડાઈ બ્લૂ લિંક ટેક્નોલોજી કહે છે.લુક્સ મામલે કિઆ અને હ્યુન્ડાઈની કારમાં ઘણું અંતર છે. કિઆમાં સ્પોર્ટિયર ડિઝાઈન મળે છે તો હ્યુન્ડાઈની ડિઝાઇન સ્મૂધ અને ફ્લોઈંગ શેપવાળી છે.બંને કારમાં એડવાન્સ સેફ્ટી ફીચર્સ છે. તેમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ફ્રન્ટ એન્ડ રિયર ક્રમ્પ્લ ઝોન અને બ્રેક અસિસ્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સામેલ છે.બંને કંપનીઓની એકબીજામાં ભાગીદારી છે. આથી ખર્ચ ઓછો કરવા માટે બંને એકબીજા સાથે પ્લેટફોર્મ એન્જિન, ગિયરબોક્સ અને અમુક ટેક્નોલોજી શેર કરે છે. એવી જ રીતે જેમ ફોક્સવેગન ગ્રુપની સ્કોડા, ફોકસવેગન, ઓડી,પોર્શે, બેંટલે અને લેમ્બર્ગિની એકબીજા સાથે કમ્પોનન્ટ શેર કરે છે.


    ભારતમાં વર્ષ 2015માં કુલ પેસેન્જર વ્હીકલ સેલ્સમાં SUVની ભાગીદારી માત્ર 13.5 ટકા હતી, પરંતુ 2019માં આ 26 ટકા અને 2020માં આ 29 ટકા થઈ ગઈ. SUVની માગનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે મહામારી અને લોકડાઉન હોવા છતાં સૌથી ઓછો ઘટાડો SUVમાં રહ્યો.


Download Our B K News Today App



Related News