હોન્ડાના એક્ટિવા અને બાઇક પર ₹2,000નું એક્સચેન્જ બોનસ અને ₹5,000 સુધીનું કેશબેક મળી રહ્યું છે, ફાઇનાન્સની સુવિધા પણ અવેલેબલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 15:13:35
  • Views : 420
  • Modified Date : 2020-12-27 15:13:35

    હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ ભારતમાં તેના બે બેસ્ટ સેલિંગ મોડેલ્સ હોન્ડા એક્ટિવા 6G અને હોન્ડા CB શાઇન 125 પર યર એન્ડ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત કંપનીએ ખરીદદારોને આકર્ષવા માટે અનેક સ્કીમ્સની જાહેરાત કરી છે. જો કે, આ ઓફર ફક્ત મર્યાદિત સમયગાળા માટે માન્ય છે.

  • 2,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ
  • 100% ફાઇનાન્સની ઉપલબ્ધતા
  • વ્યાજ દર 7.99%થી શરૂ થાય છે
  • પેટીએમ દ્વારા 2,500 રૂપિયા સુધીનું કેશબેક
  • કાર્ડ EMI પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક
  • આ ઓફર્સ સિવાય હોન્ડા CSD માટે એક વિશેષ યોજના પણ ઓફર કરી રહી છે, જેમાં 2,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  • આ સિવાય, કંપની સરકારી કર્મચારીઓ માટે અન્ય ફાયદા પણ આપી રહી છે.
  • હોન્ડા એક્ટિવા 6Gની કરન્ટ પ્રાઇસ 65,892 રૂપિયા છે, જે ટોપ-એન્ડ 20th એનિવર્સરી એડિશન DLX માટે 68,892 રૂપિયા (બંને કિંમતો, એક્સ-શો રૂમ દિલ્હી) સુધી જાય છે.
    •     બીજીબાજુ, CB શાઇન હાલમાં બે અલગ અલગ વેરિઅન્ટમાં આપવામાં આવી રહી છે, ડ્રમ અને ડિસ્ક, જેની કિંમત અનુક્રમે રૂ. 69415 અને રૂ. 74,115 રૂપિયા (એક્સ-શો રૂમ દિલ્હી) છે.બાઇકને પાવર બનાવવા માટે, તેમાં 124cc, સિંગલ-સિલિન્ડર, ફોર સ્ટ્રોક એન્જિન છે, જે 7500rpm પર 10.7PSનો મેક્સિમમ પાવર આપે છે. તેમજ, 6000rpm પર 11Nmનો પીક ટોર્ક આપે છે. એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.બીજીબાજુ, એક્ટિવા 6G 109.5cc ફેન-કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર મોટરથી સજ્જ છે, જે 8000rpm પર મેક્સિમમ 7.8PS અને 5250rpm પર 8.8Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
  •     નવેમ્બર 2020માં એક્ટિવા 6G હોન્ડાનું દેશમાં સૌથી વધુ વેચાયેલું સ્કૂટર હતું, જ્યારે CB શાઇન તે જ મહિનામાં કંપનીની સૌથી વધુ વેચાયેલી બાઇક હતી. બંને પ્રોડક્ટને હોન્ડાએ ગયા મહિને હોન્ડાને ભારતનો બીજો સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની બનવામાં મદદ કરી હતી, જેનું કુલ વેચાણ લગભગ 4.13 લાખ યૂનિટ હતું.


Download Our B K News Today App



Related News