હવે હીરોના સ્કૂટર અને બાઈકની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવી પડશે, જાણો નવી કિંમતોનું લિસ્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 15:24:41
  • Views : 465
  • Modified Date : 2021-01-07 15:24:41

    ઓટો નિર્માતાઓએ ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે 1, જાન્યુઆરી 2021થી વાહનોની કિંમતમાં વધારો થશે. હ્યુન્ડાઈ પહેલાં જ તેનું નવું પ્રાઈસ લિસ્ટ જાહેર કરી ચૂકી છે અને હવે હીરો મોટોકોર્પે પણ સ્કૂટર અને બાઈકનું નવું પ્રાઈસ લિસ્ટ તૈયાર કર્યું છે. નવી કિંમતો લાગુ થઈ ગઈ છે. નવાં લિસ્ટિંગ પ્રમાણે, વ્હીકલ 1900 રૂપિયા સુધી મોંઘા થયાં છે. કંપનીનું કહેવું છે કે, ઈન્પુટ અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટને કારણે કિંમતો વધી છે.

1. હીરો બાઈકનું નવું પ્રાઈસ લિસ્ટ- જાન્યુઆરી 2021

મોડેલનવી કિંંમત (રૂપિયામાં)જૂની કિંમત (રૂપિયામાં)
એક્સપલ્સ 2001,15,2301,13,730
એક્સ્ટ્રીમ 160R ડિસ્ક બ્રેક1,06,9501,05,050
એક્સ્ટ્રીમ 160R ડ્રમ બ્રેક1,03,9001,02,000
ગ્લેમર ડિસ્ક બ્રેક75,40074,500
ગ્લેમર ડ્રમ બ્રેક71,90071,000
ગ્લેમર બ્લેઝ ડ્રમ બ્રેક73,10072,200
ગ્લેમર બ્લેઝ ડિસ્ક બ્રેક76,60076,600
પેશન પ્રો ડિસ્ક69,60068,700
પેશન પ્રો ડ્રમ67,40066,500
સુપર સ્પ્લેન્ડર ડિસ્ક73,40072,950
સુપર સ્પ્લેન્ડર ડ્રમ69,90069,450
સ્પ્લેન્ડર iSmart ડિસ્ક68,70068,150
સ્પ્લેન્ડર iSmart ડ્રમ66,50065,950
સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એક્સેન્ટ65,29564,470
સ્પ્લેન્ડર પ્લસ i3S65,29564,470
સ્પ્લેન્ડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ64,08563,260
સ્પ્લેન્ડર પ્લસ કિક સ્ટાર્ટ61,78560,960
HF ડીલક્સ i3S બ્લેક60,22560,225
HF ડીલક્સ i3S61,22559,800
HF ડીલક્સ સેલ્ફ સ્ટાર્ટ59,90058,600
HF ડીલક્સ કિક સ્ટાર્ટ51,20049,950
HF ડીલક્સ સ્પોક વ્હીલ્સ50,20048,950
  • સૌથી વધારે 1900 રૂપિયાનો ભાવવધારો એક્સ્ટ્રીમ 160Rનો થયો છે. ત્યારબાદ એક્સપલ્સ 200ની કિંમત 1500 રૂપિયા વધી છે. તે હાલ હીરોનાં લાઈનઅપમાં માત્ર 2 125+CC બાઈક છે. ગ્લેમર અને પેશનની કિંમતો 900 રૂપિયા વધી છે.
  • સૌથી વધારે વેચાનારી સ્પ્લેન્ડર રેન્જ (સ્પ્લેન્ડર પ્લસ, સ્પ્લેન્ડર આઈસ્માર્ટ અને સુપર સ્પ્લેન્ડર)ની કિંમતો મોડેલ વાઈઝ 450 રૂપિયાથી 825 રૂપિયા વધી છે.
  • હીરો HF ડીલક્સની કિંમત 1250 રૂપિયાથી 1435 રૂપિયા વધી છે. i35 બ્લેક વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

2. હીરો સ્કૂટરનું નવું પ્રાઈસ લિસ્ટ

મોડેલનવી કિંમત (રૂપિયામાં)જૂની કિંમત (રૂપિયામાં)
ડેસ્ટિની 125 ડિસ્ક70,45069,700
ડેસ્ટિની 125 ડ્રમ66,96066,310
મેસ્ટ્રો 125 સ્ટેલ્થ72,95072,950
મેસ્ટ્રો એજ 125 ડિસ્ક71,45071,450
મેસ્ટ્રો એજ 125 ડ્રમ69,25069,250
મેસ્ટ્રો એજ 110 ZX63,45062,950
મેસ્ટ્રો એજ 110 VX61,95061,450
પ્લેઝર પ્લસ ZX પ્લેટિનમ61,95060,950
પ્લેઝર પ્લસ VX59,95058,950
પ્લેઝર પ્લસ LX57,30056,800
  • હીરોના સ્કૂટરોની કિંમતમાં પણ ભાવવધારો થયો છે. ડેસ્ટિની 125ના ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 650 રૂપિયા સુધી વધી છે જ્યારે ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 750 રૂપિયા સુધી વધી છે. મેસ્ટ્રો એજ 110ની કિંમતમાં 500 રૂપિયાનો ભાવવધારો થયો છે.
  • પ્લેઝર પ્લસની કિંમતમાં 500થી 1000 રૂપિયાનો ભાવવધારો થયો છે. જોકે નવાઈની વાત એ છે કે મેસ્ટ્રો એજ 125ની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. કારણ કે તેને કેટલાક મહિના પહેલાં જ BS6 અવતારમાં રજૂ કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News