31 માર્ચ સુધીમાં નવો IFSC કોડ અને ચેક બુક લઈ લેવી, નહીં તો 1 એપ્રિલથી પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 13:56:10
  • Views : 357
  • Modified Date : 2021-01-24 13:56:10

    દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ તેના ગ્રાહકોને જણાવ્યું કે, જૂના IFSC અને MICR કોડને 1 એપ્રિલથી બદલી દેવામાં આવ્યા છે. એટલે કે 31 માર્ચ 2021 બાદથી આ કોડ કામ નહીં કરે. જો તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તેના માટે તમારે બેંકમાંથી નવો કોડ લેવો પડશે.પંજાબ નેશનલ બેંકે સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ તમારે બેંકમાંથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે. ગ્રાહક વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકે છે.


    1 ફેબ્રુઆરીથી પંજાબ નેશનલ બેંક ગ્રાહક નોન EMV ATM તે મશીનમાંથી પૈસા ઉપાડી નહીં શકે. PNBએ છેતરપિંડીના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. નોન-EMV ATM અથવા નોન -EMV ATM તે છે જેમાં ATM અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ લેવડદેવડ દરમિયાન નથી થતો, તમારે શરૂઆતમાં કાર્ડને એક વખત સ્વાઈપ કરવાનું હોય છે. આ મશીનો કાર્ડની મેગનેટિક પટ્ટી દ્વારા વાંચે છે. જ્યારે EMV મશીનમાં કાર્ડ થોડી સેકન્ડ માટે લોક પણ થઈ જાય છે.

    1 એપ્રિલ 2020ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને મર્જ કરી દીધી હતી. દેશમાં સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI)એ જેની લગભગ 24,000 શાખાઓ અને 2.45 લાખ કર્મચારીઓની સાથે 38 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય છે. યુનાઈડેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની તમામ શાખા હવે PNBની શાખાઓ તરીકે કામ કરી રહી છે. બેંકની 11,000થી વધુ શાખાઓ અને 13,000થી વધારે ATM કાર્યરત છે.


Download Our B K News Today App



Related News