વર્ચ્યુઅલ વેડિંગ અને રિમોટ વર્કિંગથી લઈને આયુર્વેદ સુધી, જાણો આ વર્ષે આપણે શું શીખ્યા?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 12:01:28
  • Views : 263
  • Modified Date : 2020-12-26 12:01:28

    એવું કહેવાય છે કે સમય કરતાં સારો શિક્ષક બીજો કોઈ નથી. વર્ષ 2020 પણ આવું જ રહ્યું. કોરોનાને લીધે આપણે ઘણું બધું ખોઈ દીધું, પરંતુ નવી વાત શીખ્યા પણ ખરા. ઘણી જૂની વસ્તુઓનું મહત્ત્વ પણ સમજ્યા, જેની આપણને ખબર હતી પણ અવગણના કરતા હતા.દિલ્હી યુનિવર્સિટીમાં સાયન્સ એન્ડ હ્યુમન બિહેવિયરના પ્રોફેસર ડૉક્ટર ધીરજ પાઠકે કહ્યું કે, ‘માણસો મુશ્કેલીઓ અને આપત્તિમાંથી શીખે છે. કોરોના મહામારી એક સૌથી મોટી તકલીફ છે, પરંતુ આની પહેલાં પણ ઘણી મુશ્કેલીઓ આવી છે અને આપણે શીખ્યા પણ છીએ. જીવન જીવવાની રીતમાં ફેરફાર પણ કર્યા છે. મહત્ત્વનું એ છે કે, આપણે નવું લર્નિંગ કેટલા દિવસ સુધી યાદ રાખીશું? હ્યુમન બિહેવિયરની નજરે જોઈએ તો માણસો માત્ર મોટી વસ્તુઓ યાદ રાખી શકે છે, પરંતુ નાની વસ્તુઓ ભૂલી જાય છે. કોરોનાએ આપણને નાની-મોટી દરેક વાતનું મહત્ત્વ સમજાવ્યું છે. આપણે તેને ભૂલવું ના જોઈએ.’


  1. 1.ડિજિટલ પેમેન્ટ વધ્યું: ફિઝિકલ ટચની બીકે લોકોએ કેશમાં લેણ-દેણ બંધ કરી અને તેને લીધે કેશની જગ્યા ડિજિટલ પેમેન્ટે લીધી. ભારત સરકારના આંકડા પ્રમાણે, માત્ર રિટેલમાં 70%થી વધારે પેમેન્ટ ડિજિટલ થઈ ચૂક્યું છે. તેનાથી લેવડ-દેવડ સરળ અને ઝડપી થઇ અને આપણી જિંદગીને ગતિ મળી.
  2. 2.રિમોટ અથવા ઓનલાઇન વર્કિંગ: સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવા માટે સર્વિસ સેક્ટર વર્ક ફ્રોમ હોમ થયું. દેશની ઘણી કંપનીઓએ આગામી કેટલાક વર્ષોથી વર્ક ફ્રોમ હોમને મંજૂરી આપી. કેટલીક કંપનીઓ આને કાયમી વિકલ્પ તરીકે જોઈ રહી છે. જે લોકો ઘણા દૂરથી આવતા હોય અથવા ઘરથી દૂર રહીને નોકરી કરવા મજબૂર હતા તેમને વર્ષ 2020માં રિમોટ વર્કિંગનો એક ઓપ્શન મળ્યો.
  3. 3.ઇ-લર્નિંગ/શાળા: જ્યારે પણ કોઈ આપત્તિ અથવા સમસ્યા આવે ત્યારે તેની સૌથી વધુ અસર બાળકો પર પડે છે. શાળાઓ બંધ થઈ જાય છે અને બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચવા માંડે છે. પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે જ્યારે શાળાઓ લગભગ બંધ થઈ ગઈ હતી ત્યારે બાળકો માટે ઓપ્શન શોધાવા લાગ્યા અને પછી ઇ-લર્નિંગનો ઓપ્શન સામે આવ્યો. આ માટે બાળકો વર્ષ 2020નો આભાર માની શકે છે. આગળ પણ આ વિકલ્પ તેમના અભ્યાસમાં બ્રેક નહીં લાગવા દે.
  4. 4.વર્ચ્યુઅલ વેડિંગ: આ વર્ષે લગ્નની સિઝન પણ કોરોનામાં પડી ભાંગી હતી. ઘણાં લગ્ન કેન્સલ કરવામાં આવ્યા હતા. પરંતુ તે દરમિયાન વર્ચુઅલ વેડિંગનો આઇડિયા આવ્યો. સમગ્ર વિશ્વમાં લગભગ 12 હજાર લગ્ન ઓનલાઇન થયાં હતાં.
  5. 5.વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ: આ વર્ષે કોરોના વાઇરસને કારણે વિશ્વ અટકી ગયું હતું. લોકો મહિનાઓ સુધી ઘરે જ રહ્યા. જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે તો ક્યાંય પણ આવવા-જવાની મંજૂરીમળી નહોતી. આ દરમિયાન ટ્રાવેલિંગ કંપનીઓને વર્ચ્યુઅલ ટ્રાવેલિંગનો આઇડિયા આવ્યો.
  6.     દરેક નેગેટિવિટી વચ્ચે અમુક વસ્તુઓ એવી છે, જે માટે આપણે 2020ના આભારી છીએ. કોરોનાને લીધે ઘણી બધી વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે. ડિજિટલ થવાને લીધે વસ્તુઓ સરળતા, સસ્તી અને પારદર્શક બની છે.
  7. 1. સ્વચ્છતાનું મહત્ત્વ: ઘર અને પોતાની આસપાસ સ્વસ્છતા જાળવી રાખવી જરૂરી છે. તે આપણે પણ જાણીએ છીએ, પરંતુ તો પણ ઘણા લોકો સ્વચ્છતા માટે બેદરકારી રાખે છે અને તેની અવગણના કરે છે. આ વર્ષે કોરોનાકાળમાં આપણે સ્વચ્છતાનું મહત્ત્વ સમજ્યું અને તેને લઈ ગંભીર થયા.
    2. વધારે વખત હાથ ધોવા: હાથ આપણે સૌ કોઈ ધોઈએ છીએ, પરંતુ મોટા ભાગના લોકો તે ભોજન કર્યા પછી જ કરે છે. સામાન્ય રીતે આપણે હાથ ધોવા માટે એટલા સજાગ રહેતા નથી. કોઈ વસ્તુને સ્પર્શ કર્યા પછી અથવા કોઈને મળ્યા પછી ખૂબ ઓછા લોકો હાથ સેનિટાઈઝ કરતા હોય છે, પરંતુ આ વર્ષે તો આપણે બસ હાથ ધોતા રહ્યા.
    3. યોગ અને એક્સર્સાઈઝનું મહત્ત્વ: નિયમિત યોગ અને એક્સર્સાઈઝ આપણામાંથી ખૂબ ઓછા લોકો કરે છે. તેનાથી આપણે સ્વસ્થ રહીએ છીએ સાથે પોઝિટિવ પણ રહીએ છીએ. આપણી ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત રહે છે. આ વર્ષ આખું કોરોનાકાળમાં પસાર થયું. તમામ લોકો પોતાની ઈમ્યુન સિસ્ટમ અને સ્વાસ્થ્ય માટે ગંભીર હતા. તેને લીધે યોગ અને એક્સર્સાઈઝ એક ટ્રેન્ડ તરીકે સેટ થયા.
    4. આયુર્વેદ અને પરંપરા તરફ લોકો વળ્યા: શું તમે ઉકાળો, ગરમ પાણી, ગિલોય, કાળા મરી અને હળદરવાળું દૂધ પહેલાં પીતા હતા? પરંતુ આજે આપણામાંથી ઘણા લોકો આમ કરી રહ્યા છે. ડૉક્ટર પણ સારી ઈમ્યુન સિસ્ટમ માટે તેની સલાહ આપી રહ્યા છે. 2020માં આપણને આપણી પરંપરાઓનું મહત્ત્વ સમજાયું અને તેનો ઝડપથી પ્રયોગ પણ કર્યો.

    Download Our B K News Today App



    Related News