160 કિ.મીની સ્પીડે દોડતી હીરો AE 47થી લઈને રોયલ એનફિલ્ડની 650cc ક્રૂઝર સુધી, આ 5 બાઈક્સ પર બધાની નજર છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 12:04:20
  • Views : 455
  • Modified Date : 2020-12-31 12:04:20

    આ વર્ષ ઓટો નિર્માતાઓ માટે નિરાશાજનક રહ્યું છે પરંતુ નવું વર્ષ બાઈક પ્રેમીઓ માટે ખાસ હશે. કોરોનાના કારણે લોકો પોતાનું વાહન ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં બાઈકની વધતી માગથી કંપનીઓ પણ ઉત્સાહિત છે. ઓટો કંપનીઓ 2021ની શરૂઆતથી જ ઈલેક્ટ્રિક, ક્રૂઝર સહિત ઘણી નવી બાઈક લોન્ચ કરવા જઈ રહ્યા છે.

    આ અપકમિંગ બાઈકમાંથી કેટલીક બાઈક રોડ ટેસ્ટ દરમિયાન ભારતીય રસ્તાઓ પર ફરતી જોવા મળી છે. જો તમે નવા વર્ષમાં બાઈકનો પ્લાન કરી રહ્યા છો તો અહીં અમે પાંચ અપકમિંગ બાઈકનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીચે જુઓ લિસ્ટ...

1. હીરો AE 47 (Hero AE 47)
સંભવિત કિંમતઃ 1.25 લાખ રૂપિયા


  •     નવા વર્ષમાં હીરો પોતાની ઈલેક્ટ્રિક બાઈક AE-47ને ભારતીય માર્કેટમાં ઉતારી શકે છે. રિપોર્ટના અનુસાર, આ બાઈકને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં વર્તમાનમાં ઈલેક્ટ્રિક મોટરસાયકલના કેટલા ઓપ્શન પણ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, હીરોની ઈલેક્ટ્રિક બાઈકમાં 3.5 કિલોવોટની લિથિયમ બેટરી હશે, જે સિંગલ ચાર્જ પર 160 કિમીનું અંતર કાપશે. આ બાઈકની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 85 કિમી હશે.
  • 2.TVS ઝેપેલિન-આર (TVS Zeppelin R)
  • સંભવિત કિંમતઃ 1.15 લાખ રૂપિયા


    •     આવતા વર્ષ બાઈક પ્રેમીઓ જે બાઈકની રાહ જોઈ હતા તેમાંથી TVS ઝેપેલિન પણ એક છે. કંપનીએ 2018મા ઓટો ઓક્સપોમાં આ બાઈકને કોન્સેપ્ટ તરીકે રજૂ કરી હતી. લોન્ચ થનારી આ TVSની પહેલી ક્રૂઝર મોટરલાયકલ હશે.રિપોર્ટના અનુસાર, તેમાં 200cc લિક્વિડ ક્લૂડ એન્જિન અથવા તેનાથી વધારે દમદાર એન્જિન હોઈ શકે છે. તે એક હાઈટેક બાઈક હશે જેમાં LED લાઈટિંગ, બાયોનો સ્પીડોમીટર અને ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી હશે. કંપની માર્ચ 2021માં આ બાઈકને લોન્ચ કરી શકે છે.
    • 3. TVS ફિએરો 125 (TVS Fiero 125)
      સંભવિત કિંમત: 70 હજાર રૂપિયા
    • TVSએ પોતાના અપકમિંગ બાઈક માટે વધુ એક નામ ફિએરો ટ્રેડમાર્ક કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, TVSના અપકમિંગ ફિએરો 125ના ફીચર્સ વિશે જણાવીએ તો તેમાં એર કૂલ્ડ એન્જિન હશે જે 125ccનું હશે. તેનું એન્જિન 9.38Psનો પાવર અને 10.5Nm ટોર્ક જનરેટ કરે છે. Bs6 કમ્પ્લીટ TVS ફિએરો 125 પાંચ ગિઅરબોક્સ સાથે આવશે અને તેના રિયરમાં ડ્રમ બ્રેક અને ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક હોઈ શકે છે.

    • 4.બજાજ પલ્સર RS 250(Bajaj Pulsar RS 250)
      સંભવિત કિંમત: 1.2 લાખ રૂપિયા

    •     બજાજ પોતાની ફેવરિટ બાઈક પલ્સર 250ને નવા ફીચર્સ સાથે લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પલ્સર RS 250 હશે જેના ડિઝાઈન એલિમેન્ટ RS 200 જેવા જ હશે, પરંતુ તેમાં ડોમિનાર 250 એન્જિન હશે. આ બાઈકમાં ABS, LED હેડલાઈટ, બ્લુટૂથ કનેક્ટિવિટી અને TFT ડિસ્પ્લે મળશે.
    • 5. રોયલ એનફિલ્ડ 650 ક્રૂઝર (Royal Enfield 650 Cruiser)
      સંભવિત કિંમત: 3.5 લાખ રૂપિયા
    •     રોયલ એનફિલ્ડનું બુલેટ (ક્લાસિક 350) દેશમાં ઘણું લોકપ્રિય છે. કંપની હવે ટ્રુ ક્રૂઝર સેગમેન્ટમાં     જવાની તૈયારી કરી રહી છે. નવા વર્ષે ભારતમાં રોયલ એનફિલ્ડ 650 ક્રૂઝર નામની બાઈક લોન્ચ કરશે. આ બાઈકને કંપનીનાં RI 650 ટ્વિન પ્લેટફોર્મ પર ડિઝાઈન કર્યું છે. આવતા વર્ષે પ્રથમ છ મહિનામાં કંપની આ બાઈક લોન્ચ કરી શકે છે.

Download Our B K News Today App



Related News