1 ફેબ્રુઆરીથી દેશના કોઈપણ ખૂણામાંથી માત્ર મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 12:24:29
  • Views : 358
  • Modified Date : 2021-02-02 12:24:29

    હવે ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયા બાદ ચિંતા કરવાની જરૂર નહીં રહે. હવે માત્ર એક મિસ્ડ કોલથી તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. ઈન્ડેન ગેસે તેના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે. ઈન્ડેન ગેસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે. હવે Indane Gasને તમે માત્ર એક મિસ્ડ કોલ કરીને બુક કરાવી શકો છો. તે ઉપરાંત તમે મિસ્ડ કોલ કરીને નવું કનેક્શન પણ મેળવી શકો છો. Indane Gasની આ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે તમારે માત્ર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો પડશે. Indane Gasની આ સુવિધા માટે એક નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈ નંબરથી કંપનીએ જાહેર કરેલા મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરશો એટલે તમારો ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

    ઈન્ડિયન ઓઈલ (Indian Oil)LPG ગ્રાહકો હવે દેશના કોઈપણ ભાગમાંથી માત્ર એક મિસ્ક કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કોલ માટે ઈન્ડેન દ્વારા 8454955555 નંબર જાહેર કરવામાં આવ્યો છે. મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવાનું સરળ થઈ જશે. પહેલાની જેમ હવે ગ્રાહકોને લાંબા સમય સુધી કોલ હોલ્ડ પર નહીં રાખવો પડે.

    તે ઉપરાંત મિસ્ડ કોલ દ્વારા બુકિંગનો એક ફાયદો એ પણ છે કે IVRS કોલની જેમ ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ પણ નહીં આપવો પડે. આ સુવિધાથી તે લોકો માટે LPG ગેસ બુક કરવાનું સરળ થઈ જશે, જે IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News