હોન્ડાની હાઇનેસ CB350 બાઇકનો ફર્સ્ટ લુક રિલીઝ થયો, કિંમત ₹2 લાખની આસપાસ રહેવાની શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 12:37:51
  • Views : 249
  • Modified Date : 2021-02-01 12:37:51

    થોડા સમય પહેલાં જાણવા મળ્યું હતું કે હોન્ડા તેની હાઇનેસ CB350 પ્લેટફોર્મ પર ઘણી નવી બાઇક્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હવે કંપનીએ આ નવી બાઇકનું ટીઝર ઓફિશિયલી રિલીઝ કરી દીધું છે. આ ટીઝરને કંપનીએ "Powered By Legacy Here To Create"ની ટેગલાઇન સાથે બહાર પાડ્યું છે.ટીઝરથી સ્પષ્ટ થઈ ગયું છે કે કંપની આ બાઇક 16 ફેબ્રુઆરી 2021ના ​​રોજ લોન્ચ કરશે. જો કે, કંપનીએ સ્પષ્ટ રીતે એ નથી જણાવ્યું કે કઈ બાઇક લોન્ચ કરવામાં આવશે. પરંતુ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ બાઇક હોન્ડા CB350 પર આધારિત કાફે રેસર બાઇક હોઈ શકે છે.

    કંપની આ બાઇકને 350cc એન્જિન સાથે લોન્ચ કરશે. જેનો ઉપયોગ હોન્ડા હાઇનેસમાં પણ કરવામાં આવ્યો છે, જે 21bhp પાવર અને 30Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 5 સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે.

    હોન્ડાની આ નવી બાઇકની કિંમત હજી બહાર આવી નથી. પરંતુ આ બાઇકની કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે. કંપનીએ હાઇનેસને પણ આ જ પ્રાઇસ રેન્જમાં લોન્ચ કરી હતી.હોન્ડાની આ બાઇક અનેક મોડર્ન ફીચર્સથી સજ્જ છે. બાઇકમાં LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત, બાઇકમાં સ્માર્ટ વોઇસ કંટ્રોલ, સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ બાઇક DLX અને DLX પ્રો વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. બાઇકના તમામ પ્રકારના ટેરેન્સને ધ્યાનમાં રાખીને હેન્ડલિંગની ડિઝાઇન કરવામાં આવી છે. રાઇડર અપપાઇટ બોડી પોઝિશનમાં પણ સરળતાથી હેન્ડલ રીચ કરી શકે છે.



Download Our B K News Today App



Related News