બીજા તબક્કાની પરીક્ષા માટે એક્ઝામ ડેટ જારી, 27 લાખ ઉમેદવારો માટે 16થી 30 જાન્યુઆરી સુધી પરીક્ષાઓ યોજાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:55:31
  • Views : 268
  • Modified Date : 2021-01-03 12:57:51

    રેલવે ભરતી બોર્ડ (RRB)એ NTPC ભરતી પરીક્ષાની બીજા તબક્કાની પરીક્ષાઓ માટે એક્ઝામ ડેટ જારી કરી દીધી. આ અંગે બોર્ડે ઓફિશિયલ વેબસાઈટ rrbcdg.gov.in પર જાણકારી શેર કરી છે. બીજા તબક્કામાં લગભગ 27 લાખ ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. બોર્ડે એક્ઝામ ડેટની સાથે અન્ય જાણકારી પણ શેર કરી છે.જારી નોટિફિકેશનના અનુસાર, બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ 16 જાન્યુઆરીથી શરૂ થશે, જે 30 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ વખતે પહેલા કરતા વધારે એટલે કે 27 લાખ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થશે. બીજા તબક્કાની પરીક્ષા માટે એડમિટ કાર્ડ 4 દિવસ પહેલા એટલે કે 12 જાન્યુઆરીએ જારી કરવામાં આવશે. તે ઉપરાંત બોર્ડ, ફ્રી ટ્રાવેલ પાસ પણ એડમિટ કાર્ડની સાથે જારી કરશે.


બીજા તબક્કાની પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસ પર એડમિટ કાર્ડ સંબંધિત જાણકારી મોકલવામાં આવશે. ધ્યાન રાખવું કે માત્ર તે જ ઉમેદવારો માટે એડમિટ કાર્ડ વેબસાઈટ પર ઉબલબ્ધ હશે, જેમની એક્ઝામ બીજા તબક્કામાં છે. માર્ચ 2021 સુધી ચાલનારી પરીક્ષાઓમાં સામેલ થનાર બાકીના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ડેટ બાદમાં જારી કરવામાં આવશે.



Download Our B K News Today App



Related News