EPFOએ PF ખાતામાં 8.5% વ્યાજ જમા કરવાનું શરૂ કર્યું, ખાતા ધારકો આવતીકાલથી બેલેન્સ ચેક કરી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:35:13
  • Views : 308
  • Modified Date : 2021-01-01 12:35:13

    રિટાયરમેન્ટ ફંડ બોડી એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં 8.5% વ્યાજ આપવાનું શરૂ કરી દીધું છે. આ વ્યાજ દર નાણાકીય વર્ષ 2019-20 માટે જમા કરાવવામાં આવી રહ્યું છે. EPFOના લગભગ 6 કરોડ સભ્યના ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે. શ્રમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, અમે EPF સબસ્ક્રાઈબર્સના ખાતામાં નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકાના દરથી વ્યાજ જમા કરવાને લઈને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 31 ડિસેમ્બર 2020 સુધી રિટાયર થનારા તમામ સભ્યોને તેનો લાભ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. EPFOએ નાણા મંત્રાલયને 8.5% વ્યાજ દર બે હપ્તામાં આપવાની દરખાસ્ત કરી હતી. EPFOના જણાવ્યા પ્રમાણે, 8.15 ટકાવાળા હપ્તા સભ્યોના ખાતામાં તરત નાખવામાં આવશે અને બાકીના 0.35 ટકાના હપ્તા બાદમાં નાખવામાં આવશે. પરંતુ હવે શ્રમ મંત્રાલય સંપૂર્ણ વ્યાજ એક જ હપ્તામાં જ જમા કરી રહ્યું છે.

    EPFOની અપેક્સ બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ આ વર્ષે માર્ચમાં EPF પર નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5% વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો. તેને લઈને ગત સપ્તાહે નાણાકીય મંત્રાલય અને શ્રમ મંત્રાલયની બેઠક થઈ હતી. બેઠકમાં નાણા મંત્રાલયે જોખમી રોકાણ અંગે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી હતી અને વિગતો માગી હતી. નાણા મંત્રાલયની મંજૂરી બાદ કેન્દ્રીય કેબિનેટે સોમવારે જ EPF સબસ્ક્રાઈબર્સને નાણાકીય વર્ષ 2019-20માં 8.5 ટકા વ્યાજ દર આપવાની મંજૂરી આપી હતી.

1. મેસેજ દ્વારા PF બેલેન્સ જાણવા માટે તમારો મોબાઈલ નંબર UANની સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. SMS દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મેસેજમાં EPFOHO UAN ENG લખીને 7738299899 પર મેસેજ કરવાનો રહેશે. અહીં ENGના તે પહેલા ત્રણ કેરેક્ટર વિશે જણાવવું પડશે જે ભાષામાં તમે જાણકારી જોઈએ છે. મેસેજની સુવિધા, અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

2.મિસ્ડ કોલ દ્વારા EPF Balance ચેક કરવા માટે તમારો મોબાઈલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી 011-22901406 પર મિસ્ડ કોલ કરીને EPF Balance જાણી શકો છો. મિસ્ડ કોલ આપ્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર EPFનો એક મેસેજ આવશે, જેનાથી તમે EPF Balanceની માહિતી મળી જશે. મેસેજમાં PF Number, નામ, જન્મ તારીખ, EPF બેલેન્સની સાથે છેલ્લી જમા રકમ પણ જણાવવી પડે છે.

3.તમારી ઉમંગ એપ ખોલો અને EPFO પર ક્લિક કરો. તમારે એક અન્ય પેજ પર એમ્પ્લોય-સેન્ટ્રિક સર્વિસ (employee-centric services) પર ક્લિક કરવાનું રહેશે. અહીં વ્યુ પાસબુક પર ક્લિક કરો. તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) દાખલ કરો. OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે. ત્યારબાદ તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

  • 4.EPFOની વેબસાઈટ epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો.
  • -ઈ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવી જશો.
  • -અહીં તમારે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરવો પડશે.
  • -તમામ ડિટેલ્સ ભર્યા બાદ એક નવું પેજ પર ઓપન થશે અને અહીં મેમ્બર ID પસંદ કરવાનો રહેશે.
  • -અહીં ઈ-પાસબુક પર તમારું EPF બેલેન્સ મળી જશે.


Download Our B K News Today App



Related News