ગ્રાહકોને ડિજિલોકર દ્વારા ડિજિટલ ઈન્શ્યોરન્સ પોલિસી આપવામાં આવે, તેનાથી ક્લેમ પ્રોસેસિંગમાં તેજી આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 14:57:38
  • Views : 282
  • Modified Date : 2021-02-13 14:57:38

    ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ ઈન્શ્યોરન્સ કંપનીઓને ડિજિલોકર દ્વારા ડિજિટલ ઈન્શ્યોરન્સ પોલિસી જારી કરવાનું કહ્યું છે. તેના માટે IRDAIએ તમામ વીમા કંપનીઓને એક સર્ક્યુલર જાહેર કર્યું છે.

    IRDAIની તરફથી જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવાયું છે કે, ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ડિજિલોકરનો ઉપયોગ વધારવા આ પગલું લેવામાં આવ્યું છે. તે ઉપરાંત તમામ કંપનીઓને ડિજિલોકરને સપોર્ટ કરતી IT સિસ્ટમ તૈયાર કરવા કહ્યું છે. IRDAIના જણાવ્યા પ્રમાણે, આ પગલાથી પોલિસી હોલ્ડર્સને તેમના પોલિસી સંબંધિત તમામ ડોક્યુમેન્ટ ડિજિલોકરમાં સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

    સર્ક્યુલરમાં જણાવાયું છે કે, તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓ તેમના રિટેલ પોલિસી હોલ્ડર્સને ડિજિલોકર અને તેનો ઉપયોગ કરવાની જાણકારી આપવી. સર્ક્યુઅલરના અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ ટેક કંપનીઓને ટેક્નિકલ અને લોજિસ્ટિક સપોર્ટ ઉપલબ્ધ કરાવશે.સર્ક્યુલરમાં જણાવ્યા પ્રમાણે, ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ડિજિલોકરના ઉપયોગથી ખર્ચમાં ઘટાડો આવશે અને પોલિસી કોપીની ડિલિવરી ન પહોંચવા જેવી સમસ્યા દૂર થશે. તે ઉપરાંત ક્લેમ પ્રોસેસિંગ એન્ડ સેટલમેન્ટમાં તેજી આવશે. વિવાદો અને છેતરપિંડીમાં ઘટાડો આવશે અને ઉપભોક્તાઓ સાથે સંપર્ક કરવામાં સુધારો થશે.

    ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિજિલોકર એપ લોન્ચ કરી છે. આ એપ પર ઉપભોક્તાઓને ડિજિટલ ફોર્મેટમાં ઓથેન્ટિક ડોક્યુમેન્ટ અથવા સર્ટિફિકેટ મળે છે. આ ડોક્યુમેન્ટ સંબંધિત કંપનીની તરફથી જાહેર કરવામાં આવે છે. ફિજિકલ ડોક્યુમેન્ટનો ઉપયોગ ઘટાડવાના ઉદ્દેશ્યથી ડિજિલોકરને લોન્ચ કરવામાં આવ્યું હતું.

    ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી સંજય ધોત્રેએ ડિજિલોકરનાં માધ્યમથી ડિજિટલ પોલિસી જાહેર કરવા માટે રાજ્ય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો છે. તેમાં સલાહ આપવામાં આવી છે કે ડિજિટલ ઈન્શ્યોરન્સ પોલિસી માટે ઈરડા તરફથી સર્ક્યુલર જાહેર કરવામાં આવે. સાથે જ ડિજિલોકર તરફથી રિલીઝ થતાં તમામ ડોક્યુમેન્ટ્સને વેલિડ ડોક્યુમેન્ટ્સ માનવાની સલાહ પણ અપાઈ છે. ત્યારબાદ IRDAIએ આ સર્ક્યુલર જાહેર કર્યું છે.

    ડિજિલોકર એક પ્રકારની ડિજિટલ તિજોરી છે. મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ અથવા દસ્તાવેજોને ડિજિટલી સુરક્ષિત રાખવા માટે સરકારે તેને ડેવલપ કર્યું છે. હાલ આ એપમાં કેન્દ્ર સરકારની 22, રાજ્ય સરકારની 36 સર્વિસિસ સંબંધિત ડોક્યુમેન્ટ્સ અથવા સર્ટિફિકેટ સુરક્ષિત રાખી શકાય છે. આ સિવાય સ્વાસ્થ્ય, બેંકિંગ અને વીમા સંબંધિત સર્વિસ પણ તેનાં માધ્યમથી લઈ શકાય છે.

    ડિજિલોકરના ઉપયોગ માટે આધાર નંબર જરૂરી ડિજિલોકરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે અકાઉન્ટ બનાવવું પડે છે. તેના માટે આધાર નંબર જરૂરી છે. સાથે જ યુઝર્સનો મોબાઈલ નંબર પણ આધાર સાથે લિંક હોય તે જરૂરી છે. લોગ ઈન કરતાં સમયે આધાર નંબર સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર પર OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. આ OTP એન્ટર કરતાં જ લોગ ઈનની પ્રક્રિયા પૂરી થશે.


Download Our B K News Today App



Related News