એલન મસ્કે ટ્વીટ કરતાં જ સિગ્નલ એપની ડિમાન્ડ વધી, જાણો સિગ્નલ એપ વ્હોટ્સએપનો વિકલ્પ કેમ બની?.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 13:38:21
  • Views : 299
  • Modified Date : 2021-01-09 13:38:21

    વર્ષ 2021ની શરૂઆત પોપ્યુલર મેસેજિંગ એપ્સ વ્હોટ્સએપના યુઝર માટે સારી રહી નથી. વ્હોટ્સએપ તેની કડકાઈ માટે ટ્રોલ પણ થઈ રહ્યું છે. કંપનીએ એવી શરતો મૂકી છે કે યુઝર્સ તે નહિ માને તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. વ્હોટ્સએપે યુઝર્સને 8 ફેબ્રુઆરી સુધી વિચારવા માટેનો સમય આપ્યો છે કે તેઓ વ્હોટ્સએપની શરતો માનશે કે પછી પોતાનું અકાઉન્ટ ડિલીટ કરવા માટે તૈયાર રહેશે. તેવામાં જો એક નામ જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું હોય તો તે છે ‘સિગ્નલ પ્રાઈવેટ મેસેન્જર’ એપ છે. આ એપની ચારેકોર ચર્ચા એટલા માટે થવા લાગી કે ટેસ્લા અને SpaceX જેવી દિગ્ગજ સંસ્થાના CEO એલન મસ્કે ટ્વિટ કરી સિગ્નલ એપ ઉપયોગ કરવા માટે લોકોને ભલામણ કરી. એલન મસ્કના આ ટ્વીટ બાદ ટેક જગતમાં વ્હોટ્સએપની ટીકા અને સિગ્નલ એપની વાહવાહી શરૂ થઈ. આવો જાણીએ હાલ સિગ્નલ એપ લોકોની પસંદ કેમ બની રહી છે, તેના કયા નવાં ફીચર્સ છે અને તેની ગણતરી વ્હોટ્સએપના ઓપ્શન તરીકે કેમ થઈ રહી છે?

    આ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ છે. એપ ગૂગલ પ્લે સ્ટોર પર 2010થી એક્ટિવ છે. તે એન્ડ્રોઈડ, આઈફોન, આઈપેડ, મેક, લિનક્ષ અને વિન્ડોઝ સહિતના યુઝર્સ માટે અવેલેબલ છે. આ એપને સિગ્નલ ફાઉન્ડેશન એન્ડ સિગ્નલ મેસેન્જર LLCએ ડેવલપ કરી છે. રસપ્રદ વાત એ છે કે આ એપના કો ફાઉન્ડર બ્રાઈને 2017માં જ વ્હોટ્સએપને અલવિદા કહ્યું હતું. તે સમયે બ્રાઈને એપ માટે 50 મિલિયનનું રોકાણ કર્યું હતું. હાલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કોમ્યુનિકેશન કેટેગરીમાં 5માં નંબરે છે. ગ્લોબલી એપની ડિમાન્ડ વધતાં ભારતમાં પણ તેના ડાઉનલોડની સંખ્યા વધવા લાગી છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

  •     આ એપ વ્હોટ્સએપ કરતાં જરા હટકે છે. આ એપ તમામ યુઝર્સ માટે ફ્રી છે. મેઈન વાત એ છે કે કંપની તમારા ડેટાનો એક્સેસ કરી શકતી નથી. વ્હોટ્સએપની જેમ સિગ્નલમાં પણ ‘ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ’ રહે છે. એટલે જો તમે વ્હોટ્સએપની નવી પોલિસીમાં હજું NOT NOW ઓપ્શન સિલેક્ટ કર્યું છે અને તમે તમારી પ્રાઈવસી માટે કન્સર્ન છો તો આ એપ સારો વિકલ્પ છે.
    •     સિગ્નલ એપમાં પણ વ્હોટ્સએપની જેમ યુઝર્સ અન્ય યુઝર્સને મેસેજ મોકલી શકે છે, ઓડિયો અને વીડિયો કોલ કરી શકે છે. સાથે જ ફોટો, વીડિયો અને લિંક્સ પણ શેર કરી શકે છે. તાજેતરમાં જ તેમાં ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર પણ ઉમેરાયું છે. જોકે તેની લિમિટ 150 મેમ્બર્સની છે.જો તમે પ્રાઈવસી લવર્સ છો તો આ એપ તમારા કામની છે. સિગ્નલમાં વ્હોટ્સએપની જેમ એડમિન યુઝર્સની પરવાનગી વિના ગ્રુપમાં મેમ્બર એડ કરી શકતો નથી. તેના માટે અન્ય યુઝર્સને ઈન્વિટેશન સેન્ટ કરવાનું રહેશે અને જો અન્ય યુઝર્સ આ ઈન્વાઈટ એક્સેપ્ટ કરશે તો તે ગ્રુપમાં એડ થશે.પ્રાઈવસનીને ધ્યાનમાં રાખી સિગ્નલે પણ ડિઅપયરિંગ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. યુઝર 5 સેકન્ડથી 1 અઠવાડિયાંનો સમય નક્કી કરી શકે છે. આ ટાઈમ લિમિટ પૂરી થયા બાદ મેસેજ આપમેળે ચેટમાંથી ડિલીટ થઈ જશે.સિગ્નલ એપ 7 પ્રકારની પરમિશન માગે છે પરંતુ કંપનીએ યુઝરનો ડેટા એક્સેસ કરવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સિગ્નલ એપની પ્રાઈવસી પોલિસી પ્રમાણે તે યુઝરનો કોઈ પણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી.
    •     વ્હોટ્સએપની જેમ સિગ્નલ એપમાં ચેટ બેક અપ થર્ડ પાર્ટી એપ પર પોસિબલ નથી. અર્થાત જો તમે એક વાર તમારો ફોન ખોઈ નાખ્યો તો તમારી ચેટનું બેકઅપ આઈક્લાઉડ કે પછી ગૂગલ ડ્રાઈવથી લઈ શકશો નહિ.


Download Our B K News Today App



Related News