સિટ્રોન C5 એરક્રોસ SUV 1 ફેબ્રુઆરીએ માર્કેટમાં લોન્ચ થશે, કિંમત 25-30 લાખ રૂપિયા રહેવાની શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 13:03:59
  • Views : 314
  • Modified Date : 2021-01-06 13:03:59

    ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની PSA તેની સિટ્રોન બ્રાંડ સાથે ઇન્ડિયન માર્કેટમાં ફરી એકવાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સિટ્રોનની પહેલી કાર C5 એરક્રોસ SUV હશે. કંપની આ ગાડી ગયા વર્ષે લોન્ચ કરવાની હતી. પરંતુ રોગચાળા સહિતના વિવિધ કારણોસર કંપનીએ તેનું લોન્ચિંગ પોસ્ટપોન કર્યું હતું.

    હવે સિટ્રોને પુષ્ટિ કરી છે કે C5 એરક્રોસ SUV 1 ફેબ્રુઆરી 2021ના ​​રોજ વર્ચુઅલ ઇવેન્ટ દ્વારા ઇન્ડિય માર્કેટમાં લોન્ચ થશે. ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત આ SUV જોવા મળી ચૂકી છે, જેના કારણે તેનાં અનેક ફીચર્સ જાણવાં મળ્યાં છે.લીક થયેલાં સ્પેસિફિકેશન્સમાં જણાવ્યા મુજબ, સિટ્રોન C5 એરક્રોસ SUV PSA ગ્રુપના EMP2 પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે, જેનો ઉપયોગ ઇન્ટરનેશનલ માર્કેટમાં અન્ય બ્રાંડ જેવી કે (Peugeot) અને DS ઓટોમોબાઇલ દ્વારા પણ ઉપયોગ કરવામાં આવે છે.રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, SUV 4500mm લાંબી, 1840mm પહોળી, 1670mm ઊંચી હશે. SUVમાં 2730mmનું વ્હીલબેસ અને 230mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ મળશે.

  •     ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 12.3 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, ડ્યુઅલ ઝોન ક્લાયમેટ કંટ્રોલ, હેન્ડ્સ ફ્રી ટેલગેટ, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવાં ફીચર્સ મળશે. સેફ્ટી ફીચર્સ તરીકે SUV મલ્ટિપલ એરબેગ્સ, ફ્રંટ અને રિઅર પાર્કિંગ સેન્સર્સ સાથે ઇલેક્ટ્રોનિક સ્થિરતા સ્ટેબિલિટી કન્ટ્રોલ સાથે આવશે.SUVને પાવર આપવા માટે તેમાં 2.0 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે, જે મેક્સિમમ 180PS અને 400Nmનું પાવર આઉટપુટ જનરેટ કરશે. ટ્રાન્સમિશન ઓપ્શન 6-સ્પીડ મેન્યુઅલ તેમજ ઓપ્શનલ 8-સ્પીડ ઓટોમેટિકનો ઓપ્શન પણ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં પેટ્રોલ એન્જિનનો વિકલ્પ SUVમાં નહીં મળે. પરંતુ પાછળથી કંપની તેને ઉમેરી શકે છે.રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, C5 એરક્રોસ SUVની કિંમત 25-30 લાખ રૂપિયાની વચ્ચે હશે અને ઇન્ડિયન માર્કેટમાં તે જીપ કમ્પસ અને હ્યુન્ડાઇ ટૂસોન જેવી SUVને ટક્કર આપશે.

Download Our B K News Today App



Related News