ભારતમાં ચાઈનીઝ કંપની ઓપ્પો 5G તરફ ઝડપથી આગળ વધી રહી છે, 80 પેટન્ટ ફાઈલ કરાવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 12:56:57
  • Views : 324
  • Modified Date : 2021-01-19 12:56:57

    ભારતમાં હાલ 5G સર્વિસ શરૂ નથી થઈ, જોકે ટેક કંપનીઓએ પહેલાંથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાઈનીઝ કંપની ઓપ્પોના એક અધિકારીએ જણાવ્યું કે કંપની ભારતમાં 80 પેટન્ટ ફાઈલ કરાવાની પ્રક્રિયામાં છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઓપ્પો આ વર્ષે 5G ડિવાઈસ ઈકોસિસ્ટમ બનાવવા માટે ફોકસ કરી રહ્યું છે. ઓપ્પોના વાઈસ પ્રેસિડન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ તસ્લીમ આરિફે જણાવ્યું કે, દેશમાં 5G લેબ સ્થાપિત કરવાથી કંપનીના હેડક્વાર્ટર અને સ્માર્ટ ડિવાઈસિસ ફર્મના અન્ય સેન્ટર્સ પર નિર્ભરતા ઓછી રહેશે.

    ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અમે ન માત્ર 5G પર પહેલાં મૂવર બનવા માગીએ છીએ બલકે અમે IPRમાં પણ મોટું યોગદાન આપી રહ્યા છીએ. અમે 200થી વધારે IP (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) ફાઈલ કરાવી છે. તેમાંથી લગભગ 120 પહેલાંથી જ ફાઈલ થઈ ચૂકી છે અને આશરે 80 પ્રોસેસમાં છે. આ બધું છેલ્લાં 1.5 વર્ષમાં થયું છે. આરિફે રેનો 5 પ્રો 5G અને એન્કો એક્સ વાયરલેસ ઈયરફોનની લોન્ચિંગ ઈવેન્ટ પર આ માહિતી આપી હતી. રેનો 5 પ્રો 5G (કિંમત 35,990 રૂપિયા) અને એન્કો એક્સ વાયરલેસ ઈયરફોન (કિંમત 9990 રૂપિયા) 22 જાન્યુઆરીથી કંપનીના મેનલાઈન રિટેલર્સ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

    આરિફે કહ્યું કે, 2021 માટે અમારું મેન ફોકસ IOT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) અને 5G હશે કારણ કે અમારું માનવું છે કે એક વખત 5G આવ્યા બાદ ડિવાઈસમાં ઈન્ટરેક્શન પણ વધશે. IOT પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. તે દિશામાં અમે એન્કો એક્સ લોન્ચ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારતમાં થયેલી R&Dએ 5G, ડાઉનલોડમાં સરળ અનુભવ અને ચાઈનીઝ કંપનીના મુખ્યાલય સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર બેઝ્ડ વીડિયો સુવિધાનું યોગદાન આપ્યું.

    રેનો પ્રો ઉદ્યોગનો પ્રથમ AI હાઈલાઈટ વીડિયો પ્રદાન કરે છે. આ પ્રથમ વખત છે કે જ્યારે AI હાઈલાઈટ વીડિયો સ્માર્ટફોનમાં રજૂ કરવામાં આવશે. અમારું પોતાનું સેટઅપ છે તો જે પણ 5G પર સર્ચ આવશ્યક હશે તે અમે જાતે કરીશું. 5G આવ્યા પછી બેટરી, વીડિયો એક્સપિરિઅન્સ સંબંધિત પડકારો પણ આવશે. અમે ભારતમાં પોતાની જાત દ્વારા તમામ સ્ટેબિલિટી, વીડિયો એક્સપિરિઅન્સ અને નવી પ્રોડક્ટ ટેસ્ટિંગ કરી રહ્યા છીએ.

    ઓપ્પો રેનો 5 પ્રો 5Gમાં કંપનીએ 4350mAhની બેટરી અને ફ્લેશ ચાર્જ સુવિધા પ્રદાન કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી ડિવાઈસને 30 મિનિટમાં 100% સુધી ચાર્જ કરી શકે છે. આરિફે કહ્યું કે, ઈન્ડિયા R&D સેન્ટર માટે મોટી માત્રામાં રોકાણ પાઈપલાઈનમાં છે અને તે વેપાર વધારવાની સાથે જ ડેવલપ કરવામાં આવશે.

    IDC અનુસાર, ઓક્ટોબર 2020 સુધી ઓપ્પો રેકોર્ડ 40.2% વાર્ષિક વૃદ્ધિ સાથે ત્રીજા સ્થાને છે. ઓપ્પોના જણાવ્યાનુસાર, રેનો સિરીઝે જુલાઈ-સપ્ટેમ્બર 2020માં ગત વર્ષના ક્વાર્ટર કરતાં 50% કરતાં વધારે વૃદ્ધિ કરી છે.

Download Our B K News Today App



Related News