રિપોર્ટિંગ ટાઈમ બાદ સેન્ટર પહોંચનાર ઉમેદવારોને એન્ટ્રી નહીં મળે, CBSEએ 31 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 15:14:33
  • Views : 259
  • Modified Date : 2021-01-29 15:14:33

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની તરફથી યોજાનારી સેન્ટ્રલ ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (CTET) 2021નું આયોજન 31 જાન્યુઆરીએ કરવામાં આવશે. CBSEએ પરીક્ષાના એડમિટ કાર્ડ પહેલાથી જ જાહેર કરી દીધા છે. આ વખતે બોર્ડે મહામારીને ધ્યાન રાખતા તમામ ઉમેદવારોને તેમની પહેલી પસંદગીના એક્ઝામ સેન્ટર આપવાનો પ્રયાસ કર્યો છે.એડમિટ કાર્ડની સાથે જ બોર્ડે પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ઉમેદવારોએ આ સૂચનાઓનું કડક પાલન કરવું પડશે.

    ઉમેદવારોએ એક્ઝામ સેન્ટર પર રિપોર્ટિંગ ટાઈમ પર જ આવવું પડશે જેથી એક સમયે વધારે ભીડ ભેગી ન થાય.રિપોર્ટિંગ ટાઈમથી મોડા પહોંચનાર ઉમેદવારોને એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રી આપવામાં નહીં આવે.પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.એક્ઝામ સેન્ટરમાં સંપૂર્ણ સમયે માસ્ક પહેરવુ ફરજિયાત રહેશેઉમેદવારોને પાણીની પારદર્શક બોટલ સાથે લાવવી પડશેતે ઉપરાંત ઉમેદવારો પોતાનું હેન્ડ સેનિટાઈઝર પણ લઈ જવું પડશે.એક્ઝામ હોલમાં એક-બીજા પાસે કંઈક માગવા અથવા બદલવાની પરવાનગી નહીં હોયઉમેદવારો એકબીજાને હાથ નહીં મળાવી શકે અને કોઈ અન્ય રીતે એકબીજાને સ્પર્શ પણ નહીં કરી શકેએક્ઝામ બાદ માસ્કને યોગ્ય રીતે કાઢવાનો રહેશે.

    પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પેપર 1 અને પેપર 2માં 150 માર્ક્સના 150 સવાલ હશે. પહેલા આ પરીક્ષા જુલાઈ 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ હવે પરીક્ષા રવિવારે 31 જાન્યુઆરીએ લેવામાં આવશે. પરીક્ષા સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકે છે.

Download Our B K News Today App



Related News