મારુતિ અરિના ડીલરશિપ પરથી ગાડી ખરીદી તો ₹55,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, હ્યુન્ડાઇ કોના પર ₹1.5 લાખ સુધીની બચત થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 14:07:00
  • Views : 355
  • Modified Date : 2021-02-07 14:07:00

    પોસ્ટ કોવિડ પિરિઅડમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાને બદલે પોતાનાં વાહનો ખરીદવાનું પસંદ કરે છે. આ કારણોસર, ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ તેજી જોવા મળી રહી છે. વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે ઓટોમોબાઇલ કંપનીઓ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો શો રૂમ પર જતાં પહેલાં નીચે આપેલું ડિસ્કાઉન્ટ લિસ્ટ ચેક કરી લો. અહીં ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકી અરેના ડીલરશિપ અને હ્યુન્ડાઇ પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટનું લિસ્ટ આપવામાં આવ્યું છે.

1. મારુતિ સુઝુકી અરેના ડીલરશિપ: 55 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

અરેના ડીલરશિપ પર સૌથી વધુ 55 હજાર રૂપિયાનું ટોટલ ડિસ્કાઉન્ટ ટૂર V(ટેક્સી સેગમેન્ટ ઇકો વેન) અને ટૂર H2 (ટેક્સી સેગમેન્ટ સેલેરિયો) મોડેલ્સ પર મળી રહ્યું છે. ડિઝાયરનાં પ્રિ-ફેસલિફ્ટ મોડેલ પર સૌથી વધારે 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અર્ટિગા પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ નહીં મળે.


2. હ્યુન્ડાઇઃ 1.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક SUV કોના પર આ મહિને 1.5 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એલાન્ટ્રા પર કુલ 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ સામેલ છે. ઓરા પર કુલ 70 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની i20, વેન્યૂ, વર્ના, ક્રેટા, ટક્સન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપી રહી. મેડિકલ પ્રોફેશનલ્સ અને સરકારી કર્મચારીઓને 3 હજાર રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.


Download Our B K News Today App



Related News