BSNLએ 398 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો, 2 રિચાર્જ પ્લાન્સની વેલિડિટી લંબાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:39:02
  • Views : 272
  • Modified Date : 2021-01-25 12:39:02

    BSNLએ 398 રૂપિયાની કિંમતનો નવો ડેટા વાઉચર પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં અનલિમિટેડ ડેટા અને નેશનલ લોકલ વોઈસ કોલનો બેનિફિટ મળશે. સાથે જ તેમાં 100 SMS પણ મળશે. તેની વેલિડિટી 1 મહિનાની છે. આ સિવાય કંપનીએ રિપબ્લિક ડેની ગિફ્ટ આપતાં 2399 અને 1999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી વધારી છે.

    BSNLના 1999 રૂપિયાના પ્રિપેઈડ પ્લાન પર 21 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. પ્લાનની વેલિડિટી 386 દિવસની રહે છે જે પહેલાં 365 દિવસની હતી. એક્સ્ટ્રા વેલિડિટી ઓફરનો ફાયદો 31 જાન્યુઆરી 2021 સુધી મળશે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા, અનલિમિટેડ કોલિંગ (ડેઈલી 250 મિનિટની લિમિટ) અને પ્રતિ દિવસ 100 SMSની સુવિધા મળશે. સાથે જ રોમિંગ પણ સંપૂર્ણ રીતે ફ્રી મળશે. પ્લાનમાં 365 દિવસનું EROS NOWનું સબ્સ્ક્રિપ્શન મળશે.આ પ્લાનમાં હવે કુલ 437 દિવસની વેલિડિટી મળશે. બીજા બેનિફિટ્સમાં અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો કોઈ પણ FUP લિમિટ વગર, 100 SMS અને EROS NOWનું સબ્સ્ક્રિપ્શન મળશે. આ ઓફરનો ફાયદો 31 માર્ચ 2021 સુધી જ મળશે. જોકે તેમાં કોઈ ડેટા બેનિફિટ નહિ મળે.

    જિયોએ પોતાના સસ્તાં 11 રૂપિયાના એડ ઓન પ્લાનને રિવાઈઝ કર્યો છે. જિયોના આ ડેટા પ્લાનમાં હવે યુઝરને 1GB ડેટા મળશે. પહેલાં આ પ્લાનમાં યુઝરને 400MB ડેટા મળતો હતો અર્થાત યુઝરને હવે બમણાથી પણ વધારે ડેટા મળશે. કંપનીના ડેટા એડ ઓન પ્લાનનો ઉપયોગ ખાસ કરીને ડેઈલી ડેટા લિમિટ પૂરી થવા પર કરી શકે છે.


Download Our B K News Today App



Related News