બોર્ડે તમામ શાળાઓને 9મા-11મા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ લેવાનો આદેશ આપ્યો, 1 એપ્રિલથી નવું અકેડેમિક સેશન શરૂ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 12:57:13
  • Views : 445
  • Modified Date : 2021-02-12 12:58:04

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ તેની તમામ શાળાઓને 9મા અને 11મા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ યોજવા નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે બોર્ડે 1 એપ્રિલથી નવું અકેડેમિક સેશન શરૂ કરવાની સૂચના જાહેર કરી છે. તેમજ, બોર્ડે એમ પણ કહ્યું કે 9મા અને 11મા ધોરણની પરીક્ષા દરમિયાન કોરોનાથી સલામતીના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી રહેશે.

    બોર્ડે તેનાં જાહેરનામામાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ફેસ-ટૂ-ફેસ ક્લાસિસ માટે તૈયાર કરવા પડશે. જેના કારણે તેમને પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાઓની તૈયારીમાં મદદ મળશે. આ ઉપરાંત, બોર્ડે ટીચર્સને વિદ્યાર્થીઓના ડાઉબ્ટ્સ દૂર કરવા અને ઓનલાઇન ક્લાસિસને કારણે અભ્યાસમાં આવેલા ગેપને દૂર કરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે તમામ શાળાઓને આપેલી ગાઇડલાઇન્સ અનુસાર કાર્ય કરવા જણાવ્યું છે.તમામ શાળાઓના આચાર્યોને લખેલા પત્રમાં CBSEના પરીક્ષક નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે, આ પરીક્ષાઓ દ્વારા કોવિડ-19ના કારણે વિદ્યાર્થીઓને કેટલું નુકસાન થયું છે તે જાણવું સરળ બનશે. તેને પહોંચી વળવા માટે નવા સેશનમાં અસરકારક પગલા લેવામાં આવી શકે છે. તેમજ, બ્રિજ કોર્સની પણ મદદ લેવામાં આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ક્લાસિસના સંચાલન અને પરીક્ષાઓ લેતી વખતે કોરોના અટકાવવાનાં પગલાંનું કડક પાલન કરવું જોઈએ.

    આ વર્ષે CBSE બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. દસમા ધોરણની પરીક્ષાઓ 7 જૂન સુધી ચાલશે, જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ 11 જૂન સુધી ચાલશે. તેમજ, પરીક્ષાનું રિઝલ્ટ 15 જુલાઈ 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. આ સિવાય, 1 માર્ચથી 11 જૂન 2021 સુધી પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે.



Download Our B K News Today App



Related News