બ્લુચિપ ફંડે 1 વર્ષમાં 26% સુધીનું રિટર્ન આપ્યું, ઓછા રિસ્ક સાથે સારું રિટર્ન મેળવવું હોય તો આ મ્ય્ચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 13:39:42
  • Views : 313
  • Modified Date : 2021-01-18 13:39:42

    જો તમે ઓછાં રિસ્ક સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માગતા હો તો બ્લુચિપ ફંડ્સમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. તેમાં ઓછાં રિસ્ક સાથે સારું રિટર્ન મળવાની સંભાવના છે. બ્લુચિપ ફંડે છેલ્લાં 1 વર્ષમાં 26% સુધીનું રિટર્ન આપ્યું છે. આ સ્થિતિમાં, તેમાં રોકાણ કરવાથી તમને વધુ ફાયદો થઈ શકે છે.આ લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. જો કે, કેટલાક લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ તેમના નામ સાથે બ્લુચિપ્સ જોડી લીધું છે. જેમ કે, એક્સિસ બ્લુચિપ ફંડ, ICICI પ્રૂ બ્લુચિપ ફંડ, SBI બ્લુચિપ ફંડ, કોટક બ્લુચિપ ફંડ અથવા ફ્રેન્કલિન બ્લુચિપ ફંડ. આ સિવાય, લાર્જ અને મિડ કેપ સેગમેન્ટમાંથી મીરા એસેટ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ્સ પ્રિન્સિપલ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ છે. સેબીના જણાવ્યા મુજબ, બ્લુચિપ ફંડ્સની કોઈ અલગ કેટેગરી નથી હોતી.

    બ્લુચિપ કંપનીઓ એવી કંપનીઓને કહેવાય છે જે સાઇઝમાં મોટી હોય છે અને જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. એવું માનવામાં આવે છે કે તેમના શેર ખૂબ ઓછા અસ્થિર હોય છે. તેથી, જો તમે તેમાં નાણાંનું રોકાણ કરો તો જોખમ ઓછું છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે, ટોપની 100 કંપનીઓમાં રોકાણકારો પાસેથી ઊભા કરેલા ફંડના ઓછામાં ઓછા 80 ટકા ફંડનું રોકાણ કરવું જરૂરી છે.

આ બ્લુચિપ ફંડ્સે સારું રિટર્ન આપ્યું

ફંડનું નામછેલ્લાં 1 વર્ષનું રિટર્ન (%)છેલ્લાં 3 વર્ષનું રિટર્ન (%)છેલ્લાં 5 વર્ષનું રિટર્ન (%)મિનિમમ રોકાણ
કેનેરા રોબેકો બ્લુચિપ ઇક્વિટી ફંડ25.715.917.71000 રૂ.
UTI માસ્ટરશેર યૂનિટ સ્કીમ21.411.214.9100 રૂ.
Axis બ્લુચિપ ફંડ20.916.318.0500 રૂ.
Edelweiss લાર્જકેપ ફંડ20.511.915.7500 રૂ.
કોટક બ્લુચિપ ફંડ19.811.115.3100 રૂ.
SBI બ્લુચિપ ફંડ19.69.314.3500 રૂ.
BNP પરિબાસ લાર્જકેપ ફંડ19.311.215.0300 રૂ.

સંદર્ભઃ વેલ્યૂ રિસર્ચ (17 જાન્યુઆરી સુધીના ડેટા અનુસાર)

    બ્લુચિપ ફંડ્સમાં રોકાણ કરવાની સલાહ એવા રોકાણકારોને કરવામાં આવે છે જે વધારે જોખમ નથી લઈ શકતા. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ સ્કીમ્સમાં રોકાણ ઓછામાં ઓછું 5 થી 7 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને થવું જોઈએ.



Download Our B K News Today App



Related News