કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લંગ્સ ડેમેજ થવાનું જોખમ, બ્લડ ગેસ ટેસ્ટથી સચોટ જાણકારી મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:24:42
  • Views : 277
  • Modified Date : 2021-01-20 12:24:42

    દુનિયામાં કોરોના આવ્યાને એક વર્ષ થઈ ગયું છે. તેના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. લોકોએ તેનાથી બચવા માટે તમામ પ્રકારની રીત અપનાવી લીધી છે. ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે લોકો ખાવા-પીવા અને એક્સર્સાઈઝ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. હવે વેક્સિન પણ આવી ગઈ છે, પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે, અત્યારે પણ સાવધાની રાખવી જરૂરી છે.

    ભોપાલ AIIMSમાં ડૉક્ટર વિનીત દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, કોરોના ન માત્ર આપણી ઈમ્યુન સિસ્ટમને પરંતુ આપણા શરીરના અંગોને પણ ડેમેજ કરે છે. તેનાથી બચવા માટે કોરોના પીડિતોને યોગ કરવા અને ઓક્સિમીટર રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.જો વાઈરસનો લોડ વધારે છે તો તેનાથી લંગ્સ ડેમેજ થવાનું જોખમ વધી જાય છે, જેના કારણે બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે, જે પોસ્ટ કોવિડ જેવી તમામ સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. તેથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ બ્લડ ગેસ ટેસ્ટ કરાવવો જોઈએ. ખાસ કરીને એવા દર્દી જેમાં વાઈરસ લોડ વધારે હતો, તેઓએ ચોક્કસપણે આ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ.

 શું હોય છે બ્લડ ગૅસ ટેસ્ટ ?

  • * આ ટેસ્ટ દ્વારા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સ્તરની ખબર પડે છે. જેનાથી ડૉક્ટર ફેફસાં અને લિવર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તે જાણી શકે છે.
  • * બ્લડ સેલ્સ શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ ટ્રાન્સપોર્ટ કરે છે. તે લંગ્સ દ્વારા જ થઈ શકે છે. બ્લડ ગેસ ટેસ્ટમાં જાણવા મળે છે કે લંગ્સ બ્લડમાં ઓક્સિજનનો કેટલો સપ્લાય કરે છે. તે પણ જાણવા મળે છે કે, આપણા લંગ્સ કેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડને રિમૂવ કરી રહ્યા છે.
  • * ટેસ્ટ બાદ જો બ્લડમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું PH લેવલ ઓછું હોય છે તો તેનો અર્થ લંગ્સ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા. તેનો અર્થ એ પણ છે કે પીડિતની કિડની ખરાબ છે, હાર્ટની સમસ્યા છે અથવા સુગર લેવલ વધી ગયું છે.
  •  બ્લડ ગૅસ ટેસ્ટ કેમ જરૂરી ?
    • - જો કોઈને શ્વાસની તકલીફ, ઉબકા, અથવા બેચેની જેવા લક્ષણ છે તો તેને બ્લડ ગેસ ટેસ્ટ કરાવવો જોઈએ. આવું થવાની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જો કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ લક્ષણ દેખાય રહ્યા છે તો તેનું કારણ લંગ્સ ડેમેજ પણ હોઈ શકે છે. આવા કેસમાં બેદરકારી ન રાખી શકાય.
    • - ડૉ. દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, બ્લડ ટેસ્ટ દ્વારા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના સ્તરની સચોટ જાણકારી મેળવી શકાય છે.
    • આપણા બ્લડમાં ઘણા પ્રકારના ગેસ હોય છે. જ્યારે તેનું સ્તર સામાન્ય કરતા વધારે અથવા ઓછું થઈ જાય છે તો બ્લડનું PH સ્તર બગડી જાય છે. તેના કારણે આપણી ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે તેથી ડૉક્ટર્સ અને એક્સપર્ટ્સ કોરોના બાદ બ્લડ ગેસ ટેસ્ટને જરૂરી ગણાવી રહ્યા છે.

    • સંક્રમિત થયેલા એવા વ્યક્તિઓના લિવર પર કોરોનાએ સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું, જેમાં વાઈરલ લોડ વધારે હતો. તેના કારણે તેમની ઈમ્યુન સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ. ઈમ્યુન સિસ્ટમ કમજોર થવાથી શરીર કોરોના સહિત તમામ બીજા વાઈરસ સામે લડી નથી શકતું. તેના કારણે ફેફસાં પણ કમજોર પડી જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી બ્લડ ગેસ ટેસ્ટ કરાવવો અને જો બ્લડ PH લેવલ યોગ્ય નથી તો ડૉક્ટરની સલાહ લો.


Download Our B K News Today App



Related News