વિશ્વભરની ઓટો કંપનીઓ મુશ્કેલીમાં, કોઇ કંપનીએ પ્લાન્ટ બંધ કર્યા તો કોઈ કંપનીએ કર્મચારીઓને રજા આપી દીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 13:45:23
  • Views : 386
  • Modified Date : 2021-01-20 13:45:23

    ફોર્ડે ભારતમાં પોતાના ચેન્નાઈ સ્થિત પ્લાન્ટને એક અઠવાડિયાં માટે બંધ કરી દીધો છે અને સમાચાર આવી રહ્યા છે કે કંપનીએ જર્મનીનો પ્લાન્ટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ એક કારણ છે-સેમીકંડકટરની અછત. તેની અછત આખી દુનિયામાં છે અને તેના કારણે આખી દુનિયામાં કાર કંપનીઓ ટેન્શનમાં છે. તેઓ પ્રોડક્શન ઘટાડવા માટે મજબૂર છે, જેને લીધે કારનું વેટિંગ વધી રહ્યું છે.ફોર્ડનું કહેવું છે કે, 19 ફેબ્રુઆરી સુધી જર્મનીના સાર્લોઈસ સ્થિત પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં યુરોપની પોપ્યુલર કાર ફોકસનું નિર્માણ થતું હતું. અહીં લગભગ 5000 કર્મચારીઓ કામ કરે છે. કંપનીએ કહ્યું કે, અમે સ્થિતિ જોઈ રહ્યા છે. યુરોપમાં કર્મચારીઓ, સપ્લાયર્સ, ગ્રાહકો અને ડીલરોની અસર ઓછી થાય અને તેના માટે પ્રોડક્શનને રિશિડ્યૂલ કરી રહ્યા છીએ.

    લોકડાઉનને લીધે દુનિયાભરમાં કારનું વેચાણ ઘટી ગયું, પરંતુ ગેજેટ્સની ડિમાન્ડ ઘણી વધી ગઈ. સેમીકન્ડક્ટર બનાવનારી મોટી કંપનીઓએ સ્માર્ટફોન, લેપટોપ, ગેમિંગ કંસોલ અને અન્ય સાધનો બનાવતી કંપનીઓને સપ્લાય શરૂ કર્યું. જો કે, હવે આ ઓટો કંપનીઓને પણ સપ્લાય કરી રહી છે, પરંતુ આ કાર કંપનીઓની જરૂર કરતાં બહુ ઓછું છે. એક કારમાં 50થી 150 સુધીની ચિપ હોય છે. આ કારનાં ફીચર્સ પર આધાર રાખે છે.

    સેમીકંડકટરની અછતને લીધે ઓડી કારના જર્મની અને મેક્સિકો પ્લાન્ટમાં પણ પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. તેણે થોડા સમય માટે 10 હજાર કર્મચારીઓને રજા આપી દીધી છે. ફિએટ ક્રિસ્લર મેક્સિકો અને ટોયોટાની ચીનના ગ્વાંગઝૂ સ્થિત પ્લાન્ટને અસ્થાયી રૂપે બંધ કર્યો છે. નિસાન, હોન્ડા અને હ્યુન્ડાઓ પોતાના પ્રોડક્શનને સેમીકંડકટરનાં સપ્લાયને ધ્યાનમાં રાખી એડજસ્ટ કરવામાં વ્યસ્ત છે, જનરલ મોટર અને રેનોએ કહ્યું કે, તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તેની અસર શક્ય હોય તેટલી ઓછી થાય. BMWનું પ્રોડક્શન હજુ બંધ નથી થયું પરંતુ કંપની સતત સપ્લાયર્સના સંપર્કમાં છે.

    ડેટા ફર્મ IHS માર્કેટના જણાવ્યા અનુસાર, યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન અને ભારતમાં પ્રોડક્શન આ સંપૂર્ણ ત્રિમાસિક ગાળામાં અસરગ્રસ્ત થશે. પરંતુ સૌથી મોટી સમસ્યા ચીનમાં હોઈ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં ચીનમાં 2.5 લાખ ઓછી ગાડીઓ બનશે.
ચિપના એક મુખ્ય સપ્લાયર તાઇવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC)એ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે સંકટ દૂર કરવા માટે ઓટો કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.

    

માર્કેટ્સેન્ડમાર્કેટ્સ વેબસાઇટના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વર્ષ 2016થી 2022ની વચ્ચે વાર્ષિક 5.8%ના દરે વધી. એવી અપેક્ષા છે કે વર્ષ 2022 સુધીમાં ઓટોમોટિવ સેમીકન્ડક્ટર માર્કેટ 48.78 અબજ ડોલર એટલે કે આશરે 3.56 લાખ કરોડ રૂપિયાનું થઈ જશે.

    આ કંપનીઓ સંપૂર્ણ ક્ષમતાથી પ્રોડક્શન કરી રહી છે. પરંતુ તેમનું મોટાભાગનું સપ્લાય ટેક કંપનીઓને ગેજેટ્સ માટે મોકલવામાં આવી રહ્યું છે. જે રીતે ઓટો કંપનીઓ દબાણ હેઠળ છે તેમ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરર્સ પણ દબાણમાં છે. ડિમાન્ડ વધારે છે. તેથી, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરર્સ અચાનક સપ્લાય વધારવામાં સમર્થ નથી.


Download Our B K News Today App



Related News