કોરોનામાંથી રિકવર થયેલા લોકોમાં બની રહેલી ઓટો એન્ટિબોડીથી ઇમ્યુન સિસ્ટમ નબળી પડી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 13:01:03
  • Views : 331
  • Modified Date : 2021-01-30 13:01:03

    કોરોના વાઇરસ શરીરની રોગપ્રતિકારક શક્તિનો અનેક રીતે નાશ કરે છે. ઉદાહરણ તરીકે, કોરોના શરીરના એન્ટિબોડી સેલ્સને મિસ-ફાયર કરે છે. આ માટે તે શરીરની એ વોર્નિંગ સિસ્ટમ ખરાબ કરે છે જે સેલને કોઈપણ બાહ્ય વાઇરસ સામે લડવાની ચેતવણી આપે છે. આ સાથે જ તે શરીરમાં એન્ટિબોડીઝ બનાવનારી સિસ્ટમને એક્ટિવ કરે છે, જે આકસ્મિક રીતે શરીરના ટિશ્યૂઝ પર હુમલો કરી દે છે. તેના કારણે શરીરને ઘણું નુકસાન થાય છે અને ઇમ્યુન સિસ્ટમ બહુ નબળી થઈ જાય છે.

    ઓટોએન્ટિબોડી સાયન્સ માટે કોઈ નવી વસ્તુ નથી. આ શરીરની ઇમ્યુન સિસ્ટમના એ દિશાહીન જવાનો જેવાં હોય છે જે આકસ્મિક રીતે શરીરને નુકસાન પહોંચાડે છે. આ અઠવાડિયે પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, કોરોના ચેપથી સ્વસ્થ થયા પછી એન્ટિબોડૂ મહિનાઓ સુધી બનેલી રહી શકે છે, જે શરીરને ભયંકર નુકસાન પહોંચાડે છે. તેનાથી જોઇન્ટ પેન અને બ્રેનને પણ નુકસાન થઈ શકે છે.નવો અભ્યાસ ખૂબ નાના સેમ્પલ સાઇઝ સાથે કરવામાં આવ્યો છે. તેમાં ફક્ત 9 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આમાંથી 5 એવા હતા જેમના શરીરમાં ઓટોએન્ટિબોડીઝ 7 મહિના સુધી જોવા મળી. નાના અભ્યાસને કારણે સંશોધકો તેનાં પરિણામો પર વધારે ભાર મૂકવાનું ટાળી રહ્યા છે.

    આ અભ્યાસને લીડ કરનારા બોસ્ટન મેડિકલ સેન્ટરના ડોક્ટર નાહિદ ભદેલિયા કહે છે કે આ માત્ર એક સિગ્નલ છે. પરંતુ આપણે ચોક્કસપણે તેને કાયમી સમસ્યા ગણી શકતા નથી. તે હજુ સુધી જાણી શકાયું નથી કે શરીરમાં બની રહેલી આ પ્રકારની ઓટોએન્ટિબોડી લોન્ગ કોવિડનાં લક્ષણો છે કે નહીં.ડો. ભદેલિયા કહે છે કે ઓટોએન્ટિબોડીના પ્રશ્નોના જવાબો મળવા તરત જરૂરી છે. કોરોનામાંથી રિકવર થઈ ગયેલા 3માંથી 1 વ્યક્તિમાં હજી પણ લક્ષણો દેખાય છે. આ એક વાસ્તવિક ઘટના છે જે વાઇરસના બીજા તબક્કા તરીકે ઉભરી શકે છે.

    અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઓટોએન્ટિબોડી કોરોનાની તીવ્રતામાં વધારો કરે છે. ઓક્ટોબરમાં જોવા મળ્યું હતું કે, 52 લોકોમાંથી 70% લોકો એવા ગંભીર કોરોનાના ચેપથી પીડિત હતા, જેમાં ઓટોએન્ટિબોડી તેમના શરીરને નુકસાન પહોંચાડી રહી હતી. આ પહેલી વાર નથી જ્યારે કોઈ અભ્યાસમાં આવી વાત સામે આવી છે. અગાઉના ઘણા અભ્યાસો એ તરફ ઇશારો કરી ચૂકી છે કે ઓટોએન્ટિબોડી શરીરને નુકસાન પહોંચાડે છે અને કોરોનાની તીવ્રતામાં વધારો કરે છે.



Download Our B K News Today App



Related News