ચીનની સરખામણીએ ભારતમાં સસ્તી મળશે અમેઝફિટ GTS 2 મિની, 26 ડિસેમ્બરે શરૂ થશે પ્રી બુકિંગ; જાણો કિંમત અને ફીચર્સ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 13:43:45
  • Views : 320
  • Modified Date : 2020-12-25 13:43:45

    ભારતમાં અમેઝફિટ GTS 2 મિનીની કિંમત અને અવેલેબિલિટીની ડિટેલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ થઈ છે. નવી સ્માર્ટવોચનું પ્રી બુકિંગ 26 ડિસેમ્બરથી શરૂ થશે. હુઆમી સબ બ્રાન્ડ અમેઝફિટે તેની જાહેરાત કરી છે. અમેઝફિટ GTS 2 મિનીને આ મહિનાની શરૂઆતમાં ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઓલવેઝ ઓન AMOLED ડિસ્પ્લે સાથે આવે છે અને તે સતત હાર્ટ રેટ મોનિટરિંગ કરવા માટે PPG ઓપ્ટિકલ સેન્સરથી સજ્જ છે. આ સિવાય વોચ સ્ટ્રેસ લેવલ, મેન્સ્ટ્રુયલ સાયકલ અને સ્લીપ ક્વોલિટી પણ મોનિટરિંગ કરે છે. સ્માર્ટવોચ 50 થી વધારે વોચ ફેસિસ સાથે આવે છે.ભારતમાં આ વોચની કિંમત 6999 રૂપિયા છે.સ્માર્ટવોચના ફ્લેમિંગો પિન્ક, મિડનાઈટ બ્લેક અને સેઝ ગ્રીન કલર વેરિઅન્ટ અવેલેબલ છે.26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને કંપનીની વેબસાઈટ પરથી વોચનું પ્રી બુકિંગ કરાવી શકાશે.આ વોચને ચીનમાં CNY 699 (આશરે 8000 રૂપિયા)ની કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે.

  • 1.આ વોચમાં 1.55 ઈંચ (306x354 પિક્સલ) AMOLED ડિસ્પ્લે મળે છે, જે ppi પિક્સલ ડેન્સિટી આપે છે.
  • 2.સ્માર્ટવોચની બોડી એલ્યુમિનિયમ અલોયથી બની છે, તે 8.95mm થિક અને 19.5 ગ્રામ વજન ધરાવે છે.
  • 3.ફિટનેસના શોખીનો માટે તેમાં 24X7 હાર્ટ રેટ મોનિટરિંગ માટે હુઆમી બાયો ટ્રેકર 2 સાથે એક PPG ઓપ્ટિકલ સેન્સર મળે છે.
  • 4.સ્માર્ટવોચ રેસ્ટિંગ હાર્ટ રેટ ટ્રેકિંગ, હાર્ટ રેટ ઝોન અને હાઈ હાર્ટ રેટ અલર્ટ પણ આપે છે.
  • 5.હાર્ટ રેટ મોનિટરિંગ સાથે આ વોચ બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન લેવલ (SpO2) માપવામાં પણ સક્ષમ છે.
  • 6.તે હુઆમીના ઓનરશિપવાળા ઓક્સીજન ડેટા AI એન્જિન પર આધારિત છે.
  • 7.વોચ સ્લીપ ક્લોલિટી, મેન્સ્ટ્રુયલ સાયકલ અને સ્ટ્રેસ મોનિટરિંગ પણ કરે છે.
  • 8.આ સિવાય સ્માર્ટવોચ 70થી વધારે પ્રી લોડેડ સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. તેમાં લોકપ્રિય ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ સાથે, રનિંગ, સાયકલિંગ અને સ્વીમિંગ સામેલ છે.
  • 9.એક્સર્સાઈઝ સ્ટેજ, કન્ડિશન અને હાર્ટ રેટ ઝોન વિશે પણ તે નોટિફિકેશન આપે છે.
  • 10.વોચ એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરના તમામ વર્ઝન તેમજ iOS 10.0 અને તેની ઉપરના તમામ વર્ઝન સપોર્ટ કરતા ડિવાઈસ પર તે કમ્પેટિબલ છે. તેમાં કનેક્ટવિટી માટે બ્લુટૂથ મળે છે.
  • 11.વોચમાં 220mAhની બેટરી છે. તે સિંગલ ફુલ ચાર્જમાં 14 દિવસનું બેકઅપ આપે છે.

Download Our B K News Today App



Related News