મહિન્દ્રા પછી મારુતિએ પણ ગાડીઓની કિંમતમાં વધારો કર્યો, સ્ટીલ અને અન્ય કોમ્પોનન્ટ્સ મોંઘા થવાથી નિર્ણય લેવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 12:07:36
  • Views : 354
  • Modified Date : 2021-01-19 12:07:36

    દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ તેના ઘણાં મોડેલ્સના ભાવમાં વધારો કર્યો છે. તેની કિંમતમાં 19 હજાર 400 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં દર વર્ષે જેટલી ગાડીઓ વેચાય છે તેમાંથી લગભગ અડધી કાર મારુતિની હોય છે.

    કંપનીએ ઓફિશિયલી નથી જણાવ્યું કે કયાં મોડેલ્સના ભાવમાં વધારો થયો છે. જો કે, ડીલર્સના જણાવ્યા અનુસાર, મોટાભાગના મારુતિ મોડેલ્સ મોંઘા થયાં છે. અલ્ટોના ભાવમાં 9,000 રૂપિયા અને S-Pressoના ભાવમાં 7,000 રૂપિયાનો વધારો થયો છે. મિડ સેગમેન્ટમાં મારુતિની સૌથી લોકપ્રિય કાર બલેનોની કિંમત 19,400 રૂપિયા વધી છે.

મોડેલકિંમતમાં વધારો
અલ્ટો9,000 રૂપિયા
S-Presso7,000 રૂપિયા
બલેનો19,400 રૂપિયા
વેગનઆર18,200 રૂપિયા
બ્રેઝા10,000 રૂપિયા
સેલેરિયો14,400 રૂપિયા

    આ વધારા પહેલાં મારુતિની ગાડીઓ 2.95 લાખ રૂપિયાથી લઈને 11.52 લાખ રૂપિયા સુધીની હતી. એન્ટ્રી લેવલ કાર અલ્ટો સૌથી સસ્તી અને મલ્ટિ-પર્પઝ વ્હીકલ XL6 સૌથી મોંઘું હતું. ગયા મહિને કંપનીએ કહ્યું હતું કે, કાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માલના ભાવ એક વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યા છે. તેથી, જાન્યુઆરીથી કિંમતોમાં વધારો કરવામાં આવશે. ગાડી બનાવવામાં સ્ટીલ સૌથી મોટું કોમ્પોનન્ટ છે અને તે છેલ્લાં એક વર્ષમાં 50% કરતાં વધુ મોંઘું થઈ ગયું છે.

    મારુતિ પહેલાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ આ મહિને વાહનોના ભાવમાં વધારો કર્યો છે. તેણે તેની ગાડીઓના ભાવમાં 1.9%નો વધારો કર્યો છે. જાન્યુઆરી 2019માં મારુતિએ તેના મોડેલ્સની કિંમતમાં 4.7%નો વધારો કર્યો હતો.ગયા મહિને મારુતિએ 1.60 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું અને તેમાં 20.2%નો ગ્રોથ રહ્યો હતો. કંપનીએ દેશમાં 17.8% ગ્રોથ સાથે કંપનીએ 1.46 લાખ ગાડીઓ વેચી હતી. સૌથી વધુ 18.2% ગ્રોથ કોમ્પેક્ટ સેગમેન્ટમાં રહ્યો. આ સેગમેન્ટમાં કંપનીની સ્વિફ્ટ, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર છે.


Download Our B K News Today App



Related News