એડવાન્સ્ડ પછી હવે MAINમાં પણ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી, NIT- IIITમાં એડમિશન માટે 12મા ધોરણમાં 75% માર્ક્સ ફરજિયાત નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:04:48
  • Views : 287
  • Modified Date : 2021-01-20 12:04:48

    કેન્દ્રીય શિક્ષણમંત્રીએ એન્જિનિયરિંગમાં એડમિશન માટે યોજાનારી JEE MAIN અંગે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, આ વર્ષે જેઇઇ મેઈન 12મા ધોરણમાં 75% માર્કસની પાત્રતા સંબંધિત નિયમ દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોરોના દ્વારા સર્જાતા સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયની આ જાહેરાત પછી NIT, IIIT,CFTI વગેરેમાં એડમિશન માટે 12મા ધોરણમાં 75% માર્ક્સ હોવા ફરજિયાત નહીં રહે.

    આ સંદર્ભમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું- 'IIT JEE (એડવાન્સ્ડ) અને ગયા શૈક્ષણિક વર્ષ માટે લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને આગામી શૈક્ષણિક સત્રમાં JEE MAIN માટે 12 મા ધોરણમાં 75% માર્ક્સનો નિયમ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.NIT, IIIT અને અન્ય એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં B.Tech, B.E. કોર્સિસમાં એડમિશન માટે JEE MAIN પરીક્ષા લેવામાં આવે છે.ગયા વર્ષે 2020માં કોરોનાને લીધે થયેલા ફેરફારો પહેલાં JEE એડવાન્સ્ડ મેરિટ રૂલ્સ હેઠળ IITમાં એડમિશન માટે 12મા ધોરણમાં ઓછામાં ઓછા 75% માર્ક્સ અથવા ક્વોલિફાય કરનારી પરીક્ષામાં રેન્કિંગમાં ટોપ 20 પર્સેન્ટાઇલ હોવાં જરૂરી હતા. પરંતુ હવે આ નિયમ સતત બીજા વર્ષે પણ હટાવી દેવામાં આવ્યો છે.

    JEE_NEETના સિલેબસ અંગે શિક્ષણમંત્રીએ કહ્યું કે, પરીક્ષાનો અભ્યાસક્રમ પાછલા વર્ષ જેવો જ રહેશે. તેમાં કોઈ ફેરફાર આવશે નહીં. ઉમેદવારોને JEE- NEETમાં લિમિટેડ પ્રશ્નોના જવાબ આપવાનો વિકલ્પ આપવામાં આવશે. JEE MAIN 2021નો સિલેબસ પાછલા વર્ષ જેવો જ રહેશે. જો કે, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં 90 પ્રશ્નોમાંથી 75 જવાબો આપવાનો વિકલ્પ મળશે. પ્રશ્નપત્રના 90 પ્રશ્નોમાંથી 30-30 પ્રશ્નો મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના રહેશે અને તેમાંથી 75 પ્રશ્નો (25-25 પ્રશ્નો મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાંથી)ના જવાબ આપવાના રહેશે.

Download Our B K News Today App



Related News