કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ ટિયર IIનાં એડમિટ કાર્ડ બહાર પાડ્યાં, 14 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 12:49:46
  • Views : 277
  • Modified Date : 2021-02-01 12:49:46

    સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)એ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ 2019-20ના ટિયર II (ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ)નાં એડમિટ કાર્ડ અને એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવાની લિંક એક્ટિવ કરી દીધી છે. SSC CHSL ટિયર I એક્ઝામમાં ક્વોલિફાય થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ sscner.org.in પર જઇને તેનું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે.

    પરીક્ષા 14 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. પરીક્ષામાં જોડાતા ઉમેદવારો રિજનલ વેબસાઇટ પર બહાર પાડવામાં આવેલું એડમનિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામનું રિઝલ્ટ માર્ચ 2021માં જાહેર થઈ શકે છે. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં ક્વોલિફાય થનારા ઉમેદવારો ટાયર 3 એટલે કે સ્કિલ ટેસ્ટમાં સામેલ થવા પાત્ર બનશે.

    SSC CHSL ટિયર 1 પરીક્ષા 17થી 19 માર્ચ, 2020 અને 12 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2020 દરમિયાન લેવામાં આવી હતી. ટિયર-1નું રિઝલ્ટ 15 ફેબ્રુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 44856 ઉમેદવારો ટિયર IIમાં સામેલ થવા માટે ક્વોલિફાય થયા છે. ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા પહેલાં પોતાનું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.


Download Our B K News Today App



Related News