ભારતમાં 5G સર્વિસ લોન્ચ ન થઈ હોવા છતાં આ વર્ષે દેશમાં 3.80 કરોડ 5G સ્માર્ટફોનનું વેચાણ થઈ શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 11:53:42
  • Views : 311
  • Modified Date : 2021-01-22 11:53:42

    ભારતમાં 5G સર્વિસિસ અત્યાર સુધી શરૂ નથી થઈ. તેમ છતાં મોટા પાયે 5G ફોન ભારતમાં લોન્ચ થવાના છે. ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટપોઈન્ટના રિસર્ચ અનુસાર, 5G રેડી ફોનની કિંમત ઓછી થવાથી ભારતમાં આ વર્ષે 3.80 કરોડ 5G ફોન આવી શકે છે. આ આંકડો ગત વર્ષ કરતાં 9ગણો વધારે છે અને કુલ માર્કેટના 21% છે. 2020ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં 17 લાખ 5G ફોન આવ્યા હતા. 2020ના અંત સુધી આ આંકડો 40 લાખને પાર પહોંચ્યો હતો.રિપોર્ટ પ્રમાણે, 5G શિપમેન્ટ વધારવામાં વનપ્લસ (એકમાત્ર બ્રાન્ડ જેમાં 100% 5G પોર્ટફોલિયો છે) અને એપલ (જેણે 5G કનેક્ટિવિટી સાથે આઈફોન 12 સિરીઝ લોન્ચ કરી)નો મહત્ત્વનો રોલ છે. એનાલિસ્ટ અંકિત મલ્હોત્રાએ કહ્યું કે, આ વધારો ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) વચ્ચે વધતી પ્રતિસ્પર્ધા અને 5G સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડાને કારણે છે.

    2020ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં પ્રથમ 5G સ્માર્ટફોન લોન્ચ થયો. ઓગસ્ટ 2020માં મિડ બજેટ વનપ્લસ નોર્ડના લોન્ચિંગ બાદ માર્કેટ બદલાયું. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એસોસિએટ ડાયરેક્ટર તરુણ પાઠકે કહ્યું કે, લોન્ચ થયાના 2 મહિનામાં નોર્ડનું શિપમેન્ટ જૂન સુધી અન્ય બ્રાન્ડ્સના કુલ 5G શિપમેન્ટ કરતાં વધું હતું.હવે લોકો 5G સ્માર્ટફોન તરફ વળ્યા છે તેનું કારણ એ છે કે હવે સ્માર્ટફોન મેકર તેની કિંમત 20 હજાર રૂપિયા કરતાં પણ ઓછી રાખી રહ્યા છે. જાન્યુઆરી-નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં તમામ સ્માર્ટફોનમાંથી આશરે 89%ની કિંમત 20 હજાર રૂપિયા કરતાં ઓછી હતી.

    સસ્તાં 5G ચિપસેટની ઉપલ્ધતાથી મેન્યુફેક્ચરર્સને કિંમત વધુ ઓછી કરવામાં મદદ મળી છે. દુનિયાની સૌથી મોટી ચિપસેટ મેકર ક્વૉલકોમ અને મીડિયાટેકે સસ્તાં 5G ચિપસેટ રજૂ કર્યા છે. ક્વૉલકોમે 4 સિરીઝ 5G ચિપસેટની જાહેરાત કરી છે જ્યારે મીડિયાટેકે અફોર્ડેબલ ડાયમેન્શન ચિપસેટ લોન્ચ કર્યા છે. જોકે ચિપસેટની અવેલિબિલિટી ઓછી થવાને કારણે OEM ચિપસેટને એ ક્ષેત્રોમાં ડાયવર્ટ કરવાના પ્રયાસ કરી શકાય છે જ્યાં 5G અપનાવાની ક્ષમતા વધારે છે.જોકે ટફ કોમ્પિટિશનમાં એન્ટ્રી લેવલ 5G ફોનની કિંમત 20 હજાર રૂપિયા કરતાં ઓછી છે. આશા છે કે 2021ના ત્રીજા ક્વાર્ટર સુધી તે 15 હજાર રૂપિયા સુધી પહોંચી જાય.

    15 જુલાઈ 2020એ રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીએ 5G ટેક્નોલોજીની જાહેરાત કરી હતી. લોકલ સંસ્થાનો ઉપયોગ કરી વિકસિત કરવામાં આવી આ ટેક્નોલોજી દેશને સોંપતા મુકેશ અંબાણીએ કહ્યું હતું 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતાં જ રિલાયન્સ જિયો 5G ટેક્નોલોજીનાં ટેસ્ટિંગ કરવા માટે તૈયાર છે અને 5G ટેક્નોલોજીના સફળ ટેસ્ટિંગ પછી ટેક્નોલોજીના નિર્યાત પર રિલાયન્સ ભાર આપશે. ભારતમાં અત્યાર સુધી 5G ટેક્નોલોજીનાં ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ હજુ ઉપલબ્ધ નથી. માર્ચમાં સ્પેક્ટ્રમની નીલામી થવાની છે, પરંતુ તેમાં 5G સ્પેક્ટ્રમ સામેલ નથી.


Download Our B K News Today App



Related News