સેમસંગ ગેલેક્સી S21 સિરીઝનું બેટરી બેકઅપ S20 કરતાં 35% વધારે, જાણો S21 સિરીઝની ખાસિયતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 13:02:34
  • Views : 303
  • Modified Date : 2021-01-03 13:02:34

    સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પ્રમાણે, ગેલેક્સી S21 સિરીઝમાં વધુ સારું બેટરી પર્ફોર્મન્સ મળશે. કંપનીએ કહ્યું છે કે, ગેલેક્સી S20ની સરખામણીએ તેમાં 35% વધુ સારું બેટરી પર્ફોર્મન્સ મળશે. નવા ફ્લેગશિપ મોડેલના સ્નેપડ્રેગન અને એક્સીનોસ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. પહેલાં એક ટેક ટિપ્સ્ટરે જણાવ્યું હતું કે, S21 સિરીઝમાં ગેલેક્સી S21, ગેલેક્સી S21+ અને ગેલેક્સી S21 અલ્ટ્રા લોન્ચ કરવામાં આવી શકે છે.

    ગેલેક્સી S20માં 4000mAhની બેટરી મળે છે, જે 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, ફુલ યુઝમાં તેનું બેટરી બેકઅપ 10થી 12 કલાકનું છે. તેથી જો કંપનીના દાવો સાચો માનવામાં આવે તો ગેલેક્સી S21માં 4000mAhનું બેટરી બેકઅપ 13થી 15 કલાકનું હશે.સેમસંગ ગેલેક્સી S21 સિરીઝની યુરોપીયન પ્રાઈસ લોન્ચિંગથી પહેલાં લીક થઈ છે. ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલના પ્રમાણે, ગેલેક્સી S21 સિરીઝ 14 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે. સિરીઝના બેઝિક મોડેલ ગેલેક્સી S21ની કિંમત 849 યુરો (આશરે 76,000 રૂપિયા) હોઈ શકે છે. તો ગેલેક્સી S21+ની કિંમત 1049 યુરો (આશરે 94,500 રૂપિયા) હશે. બંને ફોનની આ કિંમત 128GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. આ સાથે ગેલેક્સી S21 અલ્ટ્રા (128GB મોડેલ)ની કિંમત 1399 યુરો (આશરે 1,26,000 રૂપિયા) હશે.ટિપ્સ્ટરે ગેલેક્સી S21+નો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં ફોનનો ફ્રન્ટ અને બેક જોવા મળી રહી છે. ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળી શકે છે. બેક પેનલ પર 3 રિઅર કેમેરા મળશે. ઈશાન ગેલેક્સી S21+નું કેસ ટ્વીટ કર્યું છે.

  •     આ સ્માર્ટફોનમાં 6.8 ઈંચની LTPO AMOLED પંચ હોલ ડિસ્પ્લે મળી શકે છે. તેનું રિઝોલ્યુશન 1440x3220 પિક્સલ હશે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 અને રિફ્રેશ રેટ 120Hz હોઈ શકે છે. તેમાં ન્યૂ જનરેશન ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. ફોનમાં મેટલ ગ્લાસ બોડી આપવામાં આવી શકે છે. ફોનની ડિઝાઈન અલ્ટ્રા સ્લિમ બેઝલવાળી છે.ફોનના રિઅરમાં 5 કેમેરા મળશે. તેમાં 108MPનો પ્રાઈમરી કેમેરા, 12MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 10MPનો ટેલિફોટો લેન્સ, 10MPને પેરિસ્કોપ લેન્સ અને એક લેઝર ઓટોફોકસ યુનિટ મળશે. સેલ્ફી માટે ફોનમાં 40MPનો ફ્રન્ટ કેમેરા મળશે.સ્માર્ટફોનને IP68 રેટિંગ મળ્યું છે. તેમાં 12GBની રેમ અને 512GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. ઈન્ડિયન વર્ઝનમાં એક્સીનોસ 2100 ચિપસેટ મળે તેવી સંભાવના છે. તે એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે. તો ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે.

Download Our B K News Today App



Related News