45 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના 25 કરોડ લોકો કુપોષણ કે સ્થૂળતાનો ભોગ, તેનાથી છૂટકારો મેળવવાની રીત જાણો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:41:28
  • Views : 1026
  • Modified Date : 2021-01-25 12:41:28

    હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલયે બોડી માસ ઇન્ડેક્સ(BMI) જાહેર કર્યા છે. તેના પરથી ખબર પડી કે દેશની કેટલી વસતીને યોગ્ય માત્રામાં ન્યૂટ્રિઅન્ટ મળી રહ્યું છે. BMIનાં આંકડા પ્રમાણે ભારતમાં રહેતા 45 વર્ષ કે તેનાથી વધારે લોકોની અડધી વસતી એવી છે કે જેમનામાં ન્યૂટ્રિઅન્ટની અછત કે ઓવર-વેટ છે. દેશની વસતીમાં 45 વર્ષ કે તેની ઉપરના લોકોની સંખ્યા 50 કરોડ લોકોથી પણ વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, આવા લોકોની સંખ્યા 25 કરોડ પણ હોય શકે છે.રિપોર્ટ પ્રમાણે જે લોકોમાં ન્યૂટ્રિઅન્ટની અછત છે, તેમનામાં મોટાભાગના લોકો ગામડામાં રહે છે. ઓવર-વેટની વાત કરીએ તો તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.

    BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે પુરુષોમાં વેટ ઉંમર પ્રમાણે 5 કિલોથી 65 કિલો હોવું જોઈએ. જ્યારે મહિલાઓનું વેટ 5થી 60 કિલો હોવું જોઈએ. આ આધારે ઇન્ડેક્સ બને છે અને તેમાં અલગ-અલગ એજ ગ્રુપ માટે વેટ નક્કી કરી, ઓવર-વેટ કે અન્ડર વેટનો આંકડો આપે છે અને તેને જ BMI કહે છે.ભોપાલની ડાયટીશિયન ડૉ. નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે ઓવર-વેટ અને કુપોષિત હોવું એ બને જોખમી છે. કુપોષિતના ઘણા કારણો છે. તેમાં ગરીબી મુખ્ય કારણ છે. જ્યારે ઓવર-વેટનું મહત્ત્વનું કારણ છે ભોજનમાં બેદરકારી.

    મુંબઈમાં ન્યૂટ્રિઅન્ટ સ્પેશ્યાલિસ્ટ દેવેશ ભાર્ગવ કહે છે કે, કુપોષણ થવાનું સૌથી મોટું કારણ ગરીબી તો છે જ, પરંતુ તે એક માત્ર કારણ નથી. લોકોમાં શિક્ષણના અભાવે જાગૃતતાની ઊણપ પણ છે. તેથી આવા લોકોને ખબર નથી કે સરકાર એવા લોકો માટે કેવા પ્રયાસો કરી રહી છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો.આ વાત સૌ કોઈને ખબર હોવી જોઈએ કે ખાદ્ય સુરક્ષા હેઠળ સરકાર તમામ લોકોને બેઝિક ભોજનનો સામાન ઉપલબ્ધ કરાવે છે. સામુદાયિક કેન્દ્રો પર ન્યૂટ્રિઅન્ટ સંબંધિત દવાઓ અને ઈન્જેક્શનની ફ્રી વ્યવસ્થા છે. સાથે જ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર ફ્રી તપાસ પણ થાય છે. અહીં કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં તેનો બ્લડ ટેસ્ટ અને વજન કરાવી શકે છે.

    ડૉ. નિધિ કહે છે કે ઓવરવેટ અને ઓબેસિટીનું એક જ કારણ છે ડાયટ પ્રત્યે બેદરકારી. કેટલાક લોકો ઓવર ડાયટ લે છે. કેટલાક લોકો એવા હોય છે જે નહિવત પ્રમાણમાં ફિઝિકલ એક્ટિવિટી કરે છે. તો કેટલાક લોકો એવા હોય છે જેમને બધું ખબર હોવા છતાં બેદરકાર જ રહે છે. તેને લીધે દેશમાં ઓવરવેટ અર્થાત મેદસ્વિતાની સમસ્યા વધતી જાય છે.


Download Our B K News Today App



Related News