પહેલીવાર 2 મહિનાનો એક્સ્ટ્રા ટાઇમ, પરંતુ આ વખતે બોર્ડ સાથે જ કોમ્પિટિટીવ એક્ઝામ પણ હશે, તૈયારી કેવી રીતે કરવી જાણો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:53:40
  • Views : 276
  • Modified Date : 2021-01-13 11:53:40

    CBSE બોર્ડની પરીક્ષાઓ આ વખતે 4 મેથી શરૂ થઈ રહી છે, જે 10 જૂન સુધી ચાલશે. દર વર્ષે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવતી હતી, પરંતુ આ વખતે કોરોનાના કારણે તારીખો લંબાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં બાળકોને તૈયારી માટે 2 મહિનાનો વધારાનો ટાઈમ મળી રહ્યો છે.હવે સવાલ એ છે કે બાળકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરે? કેટલાક બાળકો મૂંઝવણમાં છે કે કેવી રીતે બોર્ડ અને JEE અથવા NEET સાથે મળીને તૈયારી કરવી? કેમ કે આ પરીક્ષાઓ બોર્ડની સાથે, નજીકના દિવસોમાં આવી રહી છે. JEEના ચોથા રાઉન્ડની એક્ઝામ તો બોર્ડ દરમિયાન હશે. જાણો એક્સપર્ટ પાસેથી બાળકોએ બોર્ડ અને કોમ્પિટિશન એક્ઝામની તૈયારીમાં કેવી રીતે બેલેન્સ રાખવું.મુંબઈ સ્થિતિ CBSE સ્કૂલમાં લેક્ચરર તારા મિશ્રાના જણાવ્યા પ્રમાણે 2 મહિનાનો આ એક્સ્ટ્રા ટાઈમ ગ્રામીણ વિસ્તારના બાળકો માટે ઘણો ઉપયોગી છે. અહીં બાળકો ઈન્ટરનેટ, મોબાઈલ, લેપટોપ જેવા જરૂરી સંસાધનોના અભાવને કારણે અભ્યાસથી પાછળ રહી ગયા છે, હવે તેમની તૈયારી પણ સારી થઈ જશે.

    એક્સપર્ટ તારા મિશ્રાનું કહેવું છે કે, NCERTની ટેક્સ્ટ બુક્સ કરતાં બીજું સારું કંઇ નથી. તે કોઈપણ સ્ટડી મટિરિયલને રિપ્લેસ કરી શકે છે. એટલે કે, તમે જે ટેક્સ્ટ બુક વાંચી રહ્યા છો એ જ બેસ્ટ છે. જો તમે કોમ્પિટિટીવ એક્ઝામ આપવાનું વિચારી રહ્યા હો તો તમારે ટેક્સ્ટ બુક પર ફોકસ કરવું જોઇએ, તે તમારી બંને તૈયારીઓમાં વધુ સારી સાબિત થશે. આ વખતે પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. પહેલીવાર તમને મલ્ટિપલ ક્વેશ્ચ્યન મળવાના છે. મલ્ટિપલ ટાઇપ ક્વલેશ્ચ્યન માટે પણ ટેક્સ્ટ બુક જ શ્રેષ્ઠ છે.

  • -મધ્યપ્રદેશ બોર્ડની પરીક્ષા - આ વખતે બે તબક્કામાં હોઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી.
  • -હરિયાણા બોર્ડની પરીક્ષા- મે મહિનાના ત્રીજા અઠવાડિયાંથી શરૂ થઈ રહી છે.
  • -રાજસ્થાન બોર્ડની પરીક્ષા- મે મહિનાના બીજા અઠવાડિયાંથી શરૂ થઈ રહી છે.
  • -પંજાબ બોર્ડની પરીક્ષા - 22 માર્ચથી શરૂ થાય છે.
  • -બિહાર બોર્ડની પરીક્ષા - 1 ફેબ્રુઆરીથી શરૂ થાય છે.
  • -ઉત્તરપ્રદેશ બોર્ડની પરીક્ષા - 15 જાન્યુઆરીએ મીટિંગ છે.
  • -ગુજરાત બોર્ડની પરીક્ષા- હજી નક્કી નથી.
  •     સારા ટાઇમ મેનેજમેન્ટ માટે એક સારું ટાઇમ-ટેબલ જરૂરી છે. પરંતુ તમારું ટાઇમ-ટેબલ એવું હોવું જોઈએ કે તે તમને માનસિક રીતે ફાયદાકારક હોય. કોઈ એવા સબ્જેક્ટ અથવા ટોપિકથી શરૂઆત કરો જે તમને ટફ અથવા અઘરો લાગે છે. તમારા ટાઇમ-ટેબલને હંમેશાં ટફથી ઇઝી ઓર્ડરમાં રાખો. એટલે કે પહેલાં ટફ સબ્જેક્ટ અને પછી ઇઝી સબ્જેક્ટ. તેનાથી તમને તમારા અભ્યાસ દરમિયાન માનસિક દબાણ અને માનસિક થાક નહીં અનુભવાય.



    Download Our B K News Today App



    Related News