પહેલીવાર ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા હો તો તેની લિમિટ અને વ્યાજ દર સહિત 8 બાબતોનું ધ્યાન રાખો, કાર્ડ એપ્લિકેશન સરળતાથી અપ્રૂવ થઈ જશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 12:45:39
  • Views : 405
  • Modified Date : 2021-01-04 12:45:39

    કોરોના કાળમાં ઘણા લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અથવા કરવો પડી રહ્યો છે. ખરાબ સમયમાં ક્રેડિટ કાર્ડે લોકોની આર્થિક તંગી પૂરી કરવામાં મદદ કરી છે. તેની મદદથી જરૂર હોય ત્યારે આપણે ચૂકવણી અથવા ખર્ચ કરી શકીએ છીએ અને પછી રૂપિયાની વ્યવસ્થા થતા અમાઉન્ટ જમા કરાવી શકીએ છીએ. જો તમે પણ ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ કે પહેલીવાર ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરતી વખતે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

    જો તમે પહેલી વાર ક્રેડિટ કાર્ડ લઇ રહ્યા હો તો એક બેઝિક, કોઈ પણ વર્ષની ફી વગરના કાર્ડથી શરૂઆત કરો. આ પ્રકારના કાર્ડને નો ફ્રિલ્સ કાર્ડ કહેવાય છે. આ એક ઓછા ખર્ચ લિમિટવાળું કાર્ડ હોય છે. શરૂઆતમાં વધારે લિમિટવાળા કાર્ડના ચક્કરમાં ના પડો. વધારે લિમિટ લેવાના ચક્કરમાં તમારી લિમિટ ઓછી થઈ શકે છે. આથી પહેલાં તમારા કાર્ડની એક સારી ક્રેડિટ હિસ્ટ્રી બનાવો. તેનાથી તમે સરળતાથી પ્રીમિયમ કાર્ડ લેવા માટે સક્ષમ બની જશો.

    મોટાભાગની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ક્રેડિટ કાર્ડ આપે છે. બેંકમાં FDની રકમનાં 80-85 ટકા સુધી ક્રેડિટ લિમિટવાળું ક્રેડિટ કાર્ડ મળી શકે છે. આ ઓફર એ લોકો માટે છે જેમનો કોઈ ક્રેડિટ સ્કોર નથી કે લો ક્રેડિટ સ્કોર ધરાવે છે. FD પર ક્રેડિટ કાર્ડ લેવાથી બેંકમાં તમારી ડિપોઝિટને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલા ખર્ચ માટે સિક્યોરિટી રીતે લે છે.ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓ જોઇનિંગ ફી સાથે વાર્ષિક ફી પણ લે છે. તેથી, એવું કાર્ડ સિલેક્ટ કરો જેમાં તમારે મિનિમમ જોઇનિંગ ફી અને ઓછી વાર્ષિક મેન્ટેનન્સ ફી ચૂકવવી પડે. આ ઉપરાંત, જરૂર પડે તો તમે ક્રેડિટ કાર્ડમાંથી રોકડ પણ ઉપાડી શકો છો. આના પર તમારે ફી અને વ્યાજ પણ ચૂકવવું પડશે. એવું ક્રેડિટ કાર્ડ પસંદ કરવાનો પ્રયાસ કરો કે જેમાં ઓછું વ્યાજ અને ઉપાડના ચાર્જિસ ઓછા હોય. આ સિવાય ફાઇનાન્સ ફી, ટ્રાન્સફર ફી, કેશ એડવાન્સ ફી, ફોરેન ટ્રાન્ઝેક્શન ફી, ઓવર-લિમિટ ચાર્જિસ વગેરે જેવા ચાર્જિસનું પણ ધ્યાન રાખો.

    જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો NBFCથી ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી યોગ્ય રહેશે કારણ કે તેઓ ઓછા ક્રેડિટ સ્કોર્સવાળા ગ્રાહકોને પણ કાર્ડ આપે છે. જો કે, NBFC દ્વારા આપવામાં આવતું વ્યાજ બેંકો દ્વારા આપવામાં આવતા વ્યાજ દર કરતાં વધારે છે.જ્યારે કાર્ડ પસંદ કરવાની વાત આવે ત્યારે આપણે ઘણા બધા વિકલ્પોમાંથી ફક્ત એક જ પસંદ કરવો પડશે. તમારી ખર્ચની ટેવ અને તેની પદ્ધતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરવાનો પ્રયાસ કરો. ઘણી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ તેમના ક્રેડિટ કાર્ડ્સ પર મૂવીઝ, રેસ્ટોરાં અથવા શોપિંગ પર કેશબેક જેવા ઘણા પ્રકારની ઓફર આપે છે. આ સિવાય ઘણી બેંકો ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર પે કરવા પર ફ્યુલ સરચાર્જ લેતી નથી.

    જે રીતે ખરાબ સિબિલ સ્કોર ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન રિજેક્ટ કરાવી શકે છે એ જ રીતે નો ક્રેડિટ હિસ્ટ્રી (એટલે ​​કે અગાઉથી લોન લેવાની અને પેમેન્ટ કરવાનો કોઈ રેકોર્ડ ન હોવો) પણ એપ્લિકેશન રિજેક્ટ કરાવી શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે જો પહેલે કોઈ લોન જ નથી લીધી તો ક્રેડિટ સ્કોર સારો હશે. પરંતુ આ માન્યતા ખોટી છે. બેંકો પણ લોન લેવાની અને ચૂકવવાની ક્ષમતાના આધારે ક્રેડિટ કાર્ડ આપવાનું નક્કી કરે છે. તેથી, નો ક્રેડિટ હિસ્ટ્રી ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન રિજેક્ટ કરાવી શકે છે. જો તમે પહેલેથી લોન નથી લીધી તો તે બેંકમાં ક્રેડિટ કાર્ડ માટે જે બેંકમાં તમારું સેવિંગ અકાઉન્ટ છે. બેંક તમારા સેવિંગ અકાઉન્ટનો રેકોર્ડ જોઈને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી દે છે.

    ક્રેડિટ કાર્ડ મળ્યા પછી જરૂર પડે ત્યારે જ તેનો ઉપયોગ કરો. જો તમે કોઈ કાર્ડથી વ્યર્થ ખર્ચ કરશો તો તે તમને દેવાની જાળમાં ફસાવી શકે છે. તમારી ક્રેડિટ લિમિટ શું છે, તમે કેટલો ખર્ચ કરો છો તેની પર ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય, જો તમે ક્રેડિટ કાર્ડ લિમિટ કરતાં વધારે ખર્ચ કરીને કાર્ડને ઓવરચાર્જ્ડ કરશો તો તમારા ક્રેડિટ સ્કોર પર બહુ ખરાબ અસર પડશે અને સાથે જ તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.


Download Our B K News Today App



Related News