અમીરગઢ બજારમાં લાગતી ટ્રાફિક સમસ્યાથી લોકોને હેરાનગતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:58:08
  • Views : 720
  • Modified Date : 2019-05-02 11:58:08

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા મથકમાં અવાર-નવાર ટ્રાફિક જામ થતો હોય છે. અમીરગઢ તાલુકા મથક હોવાથી ચોર્યાસી જેટલા ગામોના લોકોને સરકારી કામકાજ અર્થે તેમજ
આજુબાજુના ગામડામાંથી માલ સામાનની ખરીદી કે માલ વેચવા અમીરગઢ  આવવું પડે છે અને ડાભેલા સ્ટેન્ડથી લઇ આર.આર.વિદ્યાલય સુધી
વેપારીઓની  દુકાનો આવેલી છે. જે દુકાનોની આગળના ભાગમાં  બંન્ને બાજુ વેપારીઓએ દબાણો કરી રસ્તો સાંકડો કરી દીધો છે. એમાંય જાણે ઓછું
પડતું હોય એમ ખાતર બીયારણના વેપારી વાસુભાઇ અગ્રવાલ તેમજ અન્ય બે કાચા માલના વેપારીઓની દુકાનો ગોદામ સાથે રસ્તા ઉપર આવેલી છે. આમ માલ ઉતારતી વખતે કે ખરીદતી વખતે ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર કે જીપ ડાલા જેવા ફોરવ્હીલર સાધનો દુકાનની આગળ રસ્તામાં ઉભા કરી દેતા ટ્રાફિક જામ થતો હોય છે. જેથી સરકારી કામકાજ અર્થે આવતા તાલુકા વિસ્તારના લોકો,  અધિકારીઓ,  વિદ્યાર્થીઓ, અને દર્દીઓને આ ટ્રાફિક સમસ્યાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, સામુહિક આરોગ્ય કેન્દ્ર, કોર્ટ કચેરી, આર્ટસ કોલેજ, કૃષિ યુનિવર્સિટી, મોડેલ સ્કૂલ, ફોરેસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, આઇ.ટી.આઇ, પશુ દવાખાનુ,  તાલુકા હેલ્થ ઓફિસ, એફ.સી.આઇ. ગોદામ, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા જેવી તમામ સરકારી સંસ્થાઓમાં  જતા આવતા લોકોએ આ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે.  જેથી ટ્રાફિક સમસ્યા ઉભી કરનારા  આવા તત્વો સામે જવાબદાર  તંત્ર  લાલ આંખ કરી યોગ્ય કાર્યવાહી કરે એવું લોકો ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News