પાટણમાં મસુદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા આતશબાજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:09:40
  • Views : 401
  • Modified Date : 2019-05-03 11:09:40

મોદી હૈ તો મુમકીન હૈ ના નારા સાથે ગુરૂવારના રોજ પાટણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાનાં માસ્ટર માઇન્ડ મસુદ અઝહરને યુ.એન. દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવતાં બગવાડા દરવાજા ખાતે આતશબાજી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ભાજપ દ્વારા આયાજીત કરાયેલા આ આતશબાજી કાર્યકમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશ ના બાહોશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કારણે જ આજે યુએન દ્વારા પુલવામા આતંકવાદી હુમલાનાં માસ્ટર માઇન્ડ અને આતંકવાદી સંગઠન જૈશ-એ મહંમદ ના વડા મસુદ અઝહર ને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હોવાનું જણાવી મોદી હૈ તો મુમકીન હૈ નાં નારા લગાવ્યા હતા.આ આતશબાજી કાર્યકમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ હેમંત તન્ના,મનોજ પટેલ, કિશોર મહેશ્વરી,રિન્કુ પટેલ, ગૌરવ મોદી, સતિષ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો,કાર્યકરો સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News