ધાનેરાના ભાટીબ ગામે યુવકને જીવતો સળગાવતા ૩ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 10:53:09
  • Views : 576
  • Modified Date : 2019-05-03 10:53:09

દાઝી ગયેલા યુવકને સારવાર અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લવાયો જુની અદાવદ રાખીને પરિવારને જીવતો સળગાવવાની કોશિશધાનેરા તાલુકાના ભાટીબ ગામે જુની અદાવદ રાખીને રાત્રીના સમયે આખા પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી આપી સવારે એક યુવકને સળગાવ્યો હોવાથી તેના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. અને આ બાબતે ત્રણ ઇસમો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધાનેરાના ભાટીબ ગામે રહેતા ગમુજી મલુજી સોલંકી (રાજપુતે) પાંચ વર્ષ અગાઉ પ્રભુજી રાજપુતની હત્યા કરી હતી. અને તે બાબતે આ ગમુજી જેલમાં ગયેલા અને જામીનઉપર મુક્ત થયેલા અને પોતાના પરિવાર સાથે ભાટીબ ગામ છોડી રાજસ્થાનના વાંકડીયા વડગામ તા. રાણીવાડા ખાતે રહેતા હતા. પરંતુ પોતાની બહેનના લગ્ન હોવાથી પોતાના પિતા મલુજી કુંભાજી, માતા દરીયાબેન, બહેન ગોમીબેન, તથા નાનો ભાઇ ભરત  માદરે વતન ભાટીબ ગામે આવ્યો હતો. જેમાં ગમુજી આવેલ નહોતા.  આ વાતની જાણ પ્રભુજી રાજપુતના દિકરાઓને થતાં તેઓએ મલુજી તથા તેમના પરિવારને કહેલ કે તમને ગામમાંથી કાઢી મુક્યા હતા તો તમે ફરી કેમ આવ્યા છો. અહીથી જતા રહો, નહી તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપીને ગયેલા અને સવારે છ વાગ્યાના સુમારે ત્રણે ભાઇઓ આવેલ અને દરીયાબેનનું ગાદલુ સળગાવતા ગમુજીના પિતા, માતા અને બહેન ત્રણે ભાગી ગયેલા અને નાનો ભાઇ ભરત ત્યાં સુતેલો હતો તો આ ત્રણે ઇસમોએ તેના ઉપર પેટ્રોલ છાંટી સળગાવેલ અને ત્યાંથી નિકળી ગયેલા. જેથી તેના માતા, પિતા અને બહેન આવીને ભરતભાઇને આગમાંથી બચાવી સારવાર માટે ધાનેરા સરકારી હોસ્પીટલમાં ખાતે લાવેલ અને ત્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર આપીને વધુ સારવાર માટે પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેથી આ બાબતે ગમુજી મલુજી સોલંકીએ  (૧) મોડાજી પ્રભુજી રાજપુત, (૨) ઇંદ્રાજી ઉર્ફે રીતો પ્રભુજી રાજપુત, (૩) રણાજી પ્રભુજી રાજપુત તમામ રહે. ભાટીબ તા. ધાનેરાવાળા સામે ફરિયાદ આપતાં ધાનેરા પોલીસે આ ઇસમોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News