ઉચરપીમાં શાળા સામે ક્ચરાના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:02:10
  • Views : 440
  • Modified Date : 2019-05-03 11:02:10

સમગ્ર બનાસકાંઠાના
કાંકરેજના સમગ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે ઉનાળાની બળબળતી ગરમીમાં વાહનોમાં, ખેતરોમાં, મિલો, કારખાના વગેરે જગ્યાએ આગ લાગવાના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે  તા.૦૨-૦૫-૨૦૧૯ ને ગુરૂવારે બપોરે કાંકરેજ તાલુકાના ખિમાણાની બાજુમા આવેલ ઉચરપી ગામની પ્રા.શાળાના મકાનની સામે આવેલ કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા બાજુમા રહેલી ગાંડાબાવળની ઝાડીમા લાગતા આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા આગ ગામમા રહેલ ધરની બાજુમાં પ્રસરતા ગામલોકોમાં અફરાતફરી મચી જતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલ લોકોએ થરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટરના ફાયરમેન અરવિંદજી ઠાકોર અને ડ્રાયવર હરજીભાઇ દેસાઇ તત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવતા આગ ઓલવવા સફળતા મળી હતી. આગ ઓલવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. સદનસીબે આગ ઓલવાતા કોઇ મોટી જાનહાની સર્જાઇ નહોતી અને કોઇ મોટુ નુકશાન થતું અટકયુ હતું.


Download Our B K News Today App



Related News