સ્વ.જયંતિભાઈ શીવલાલ.મોદી દ્વારા નેત્રદાન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:53:07
  • Views : 488
  • Modified Date : 2019-05-02 11:53:07

નેત્રદાન- ચક્ષુદાન એ ભગવાને આપેલુ વરદાન છે. મૃત્યુ બાદ ચાર કલાકમાં જા નેત્રદાન કરવામાં આવે તો  ર અંધ વ્યક્તિને રોશની મળતી હોય છે. પાલનપુર શહેરમાં જનસેવા એજ પ્રભુસેવા ગૃપ દ્વારા છેલ્લાં ૭ વર્ષથી નેત્રદાન, દેહદાન, અંગદાન જાગૃતીનું કાર્ય કરવામાં આવે છે. આજરોજ તા.૧/પ/૧૯ના દિવસે સ્વ.જયંતિલાલ શીવલાલ મોદી, નિવૃત આર  મેફ ઓ નું  અવસાન થતા તેમના પરિવારજનોની સંમતીથી નેત્રદાન કરવામાં આવ્યું હતું. મેદાણી આઈ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના ર્ડા.દિનેશભાઈ ચૌધરી દ્વારા તેમનુ નેત્રદાન લેવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જનસેવા ગૃપ દ્વારા સ્વ.જયંતિભાઈ મોદીના પરિવારજનોનો આ ઉમદા કાર્ય કરવા કદલ, તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફ મિત્રોનો ખુબ-ખુબ આભાર માનવામાં આવ્યો હતો. પાલનપુર શહેર તથા તેના આજુ-બાજુના વિસ્તારમાં કોઈને પણ નેત્રદાન, દેહદાન, અંગદાન કરવું હોય તો ગૃપના હેલ્પ લાઈન નંબર. ૯૮ર૪૯૩રપ૦૬ ઉપર જાણ કરવી. આ પ્રસંગે ગૃપના પવનભાઈ પ્રજાપતિ, જયેશભાઈ બી.સોની હાજર રહ્યા હતા.



Download Our B K News Today App



Related News