વેજલપુર ખાતે સિધ્ધાર્થ મહારાજના વ્યાસાનને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:41:10
  • Views : 522
  • Modified Date : 2019-05-02 11:41:10

વેજલપર ચાંપાવત રાઠોડ પરિવાર દ્વારા વૃંદાવન ધામ ખાતે આત્માનંદ તથા આત્મકલ્યાણાર્થે હરિપાદરેણું સિધ્ધાર્થ મહારાજ (અંબાધામ, દુબઈ) ના  વ્યાસાનને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ તા.ર૦/૪/ર૦૧૯ થી તા. ર૭/૪/ર૦૧૯ દરમ્યાન યોજાઈ ગયો. પોથીના યજમાન ઈન્દ્રસિંહ બાપાલાલ રાઠોડે દિપ પ્રાગટ્ય કરાવી સાધ્વી અનસુયાદેવીજીના આશિર્વાદથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરાવ્યો. કથામાં રામ-કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામાં ચરિત્રે ભારે ભક્તિનો માહોલ ઉભો કરેલ, જેમાં નાના ભૂલકાંથી લઈ વડીલોએ વિવિધ વેશભૂષા ધારણ કરી કથા પ્રસંગ અનુરૂપ તેમના મહત્વ સમજાવ્યા હતા. આ દિવ્ય પ્રસંગે અજયરાજસિંહ રાઠોડ(સુખુભા), રમુભા રાઠોડ, જીતુભા રાઠોડ, નીરૂભા રાઠોડ, ભાવુભા રાઠોડ, બનુભા રાઠોડ, રાજેન્દ્રસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ રાઠોડ, લઘુભા રાઠોડ, બળવંતસિંહ રાઠોડ, જુવાનસિંહ રાઠોડ, વિક્રમસિંહ રાઠોડ, રામદેવસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ  રાઠોડ,  મહાવીરસિંહ રાઠોડ, જયરાજસિંહ  રાઠોડ, વનરાજસિંહ રાઠોડ, પૃથ્વીરાજસિંહ રાઠોડ, બહાદૂરસિંહ રાઠોડ, સુખદેવસિંહ રાઠોડ, દાજીરાજસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ રાઠોડ, ભગીરથસિંહ રાઠોડ, શક્તિસિંહ રાઠોડ, ભાનુશંકર જાષી, પ્રવિણશંકર જાષી સમસ્ત વેજલપર ચાંપાવત રાઠોડ પરિવાર, ગ્રામજનોના દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞને નારાયણી યજ્ઞ થકી પૂર્ણાહુતિ કરવામાં આવી. સમસ્ત ગામનો અનોખો એકતા માહોલ જાવા મળ્યો હતો.


Download Our B K News Today App



Related News