પાટણની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વામી વિવેકાનંદજીના પુસ્તકની ભેટ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:36:54
  • Views : 413
  • Modified Date : 2019-05-02 11:36:54

રાષ્ટ્રવાદના નિર્માણ માટે પ્રાથમિક શિક્ષણ લઇ રહેલ કુમળા બાળકોના બાળ માનસ મા સિચેલા રાષ્ટ્રવાદના બીજ દેશને સમય જતા ઉત્તમ નાગરિકની ભેટ આપે છે. માટેજ બાળકોને આપેલ સંસ્કારો તેમજ મુલ્યવર્ધીત શિક્ષણ એ દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિનો પાયો છે. આ ઉદેશ્ય થી સ્વામી વિવેકાનંદ ફી ઈવનિગ સ્કુલ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ શહેરની તમામ પ્રાથમિક સરકારી શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં દેશની ધરોહર સ્વામી વિવેકાનંદજીના વિચારોનુ મંથન તેમજ સિચન થાય તે અર્થે શહેરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ સ્વામી વિવેકાનંદનુ જીવનચરિત્ર પુસ્તકની આશરે ૧૦૫ કોપીઓનું વિતરણ કરવામા આવ્યુ હતું.આ પુસ્તકોના દાતા તરીકે પાટણના સેવાભાવી યુવા અગ્રણી સંદીપભાઈ રાવલનો સહયોગ સાંપડયો હતો.


Download Our B K News Today App



Related News