પાલનપુરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં ત્રણ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 10:59:07
  • Views : 577
  • Modified Date : 2019-05-03 10:59:07

પોલીસે કુલ રૂપિયા ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધોપાલનપુરના ખોડા લીમડા કુંજ ગલીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસની ટીમે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાંથી ત્રણ શખ્સોને સટ્ટો રમતાં ઝડપી લેવાયા હતા. જેમની પાસેથી રોકડ રકમ તેમજ ઇલેક્ટ્રીક સાધનો મળી કુલ રૂપિયા ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.પાલનપુરમાં આઇપીએલની મેચો ઉપર ગુપ્ત રીતે સટ્ટો રમાઈ રહ્યો છે. આ સપ્તાહમાં જ આર.આર.સેલની ટીમે પાલનપુરની પરફેક્ટ સોસાયટીમાંથી સટ્ટો રમતાં નબીરાઓને ઝડપી લીધા હતા. જેની તપાસ ચાલી રહી છે. ત્યાં પાલનપુરના ખોડા લીમડા કુંજ ગલીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસમથકના પીઆઇ એમ.ડી. પંચાલ પીએસઆઇ એ. બી. શાહ સ્ટાફના સિકંદરખાન, કૌશિકભાઈ, ચિરાગસિંહ, યુનિસખાન,  મોગલદાન અને અશોક કુમાર સાથે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં ઈલિયાસભાઈ ઉર્ફે બાદશાહ અમીરમહમદ નાગોરીના મકાનમાં  સટ્ટો રમતાં  પાલનપુર સત્યમ સીટી ખાતે રહેતા પ્રજ્ઞેસ મનહરભાઈ ચોક્સી, પાલનપુર ફાંસીયા ટેકરા વિસ્તારના શેખર કાંતિલાલ ગુપ્તાને સટ્ટો રમતાં ઝડપી લેવાયા હતા. જેમની પાસેથી જેમાં લેપટોપ નંગ ૧ કિંમત રૂ. ૨૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ- ૧૬ કિંમત રૂ.૪૧,૫૦૦, રોકડ રકમ રૂ. ૧૦,૮૫૦, કોમ્યુનિકેટર બોક્ષ નંગ ૧. કિંમત રૂ.૫૦,૦૦૦, લેપટોપ કીબોર્ડ નંગ ૧. કિંમત રૂ. ૧૦૦૦ અને નાની મોટી ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા ૧,૨૫,૧૦૨નો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ અંગે તમામની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News