પાટણ જિલ્લા ટોબેકો કંન્ટ્રોલ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ કામગીરી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:56:25
  • Views : 441
  • Modified Date : 2019-05-02 11:56:25

જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ પાટણ દ્વારા જિલ્લા પંચાયત શાખામાં તમાકુ નિયંત્રણ અંગે કામગીરી બજાવવામાં આવી હતી.૧ લી મે "ગુજરાત રાજ્ય" ની સ્થાપના દિન નિમિતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ પાટણ દ્વારા જિલ્લા પંચાયતની તમામ શાખાઓમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ -૨૦૦૩ ના કાયદાની ચુસ્તપણે અમલવારી થાય તેમજ જિલ્લા પંચાયત શાખા તમાકુ મુકત રહે અને જન જાગૃતિ તેમજ સ્વરછતા અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ પણ ર્ઝ્રં્‌ઁછ - ૨૦૦૩ની કામગીરી કરવામાં હતી .જેની જાગૃતતા રૂપે  હાલમાં તપાસ કરતા  અધિકારી/ કર્મચારી  પાસેથી તમાકુ કે તમાકુની કોઈ બનાવટો મળેલ નહોતી. જિલ્લા પંચાયત સંકુલ તમાકુ મુકત રહે તે માટે કામગીરી હાથ ધરેલ હતી. આ સાથે સરસ્વતી તાલુકાના મેલૂસણ ગામે પાન પાર્લરોમાં  તપાસ કરતા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ ના કાયદાની કલમ ૬(અ ) હેઠળ ૩ કેસ કરી ૬૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News