યાત્રાધામ અંબાજીમાં ટુ વ્હીલર ચાલકોનો ભારે ત્રાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:05:40
  • Views : 475
  • Modified Date : 2019-05-03 11:05:40

ટ્રાફિક પોલીસ વાહન જપ્ત કરી કાયદેસર આરટીઓનો મેમો આપેશક્તિપીઠ અંબાજીમાં રાજ્યસરકાર મોટી મોટી વાતો કરી પોતાની પ્રસિદ્ધિ કરી રહી છે. ત્યારે આ ધામમાં બધુ સારું ચાલી રહ્યુ હોવાના દાવા વહીવટી તંત્ર કરી રહ્યુ છે. ૨૫ જાન્યુઆરીમાં મુખ્યમંત્રી અંબાજી આવ્યા ત્યારે યાત્રાધામ અંબાજીમાં આખા ધામને  સીસીટીવીથી જોડવાનો પ્રોજેક્ટ ખુલ્લો મુક્યો હતો. હાલમાં અંબાજીના વિવિધ વિસ્તારો અને માર્ગો પર સીસીટીવી કેમેરા લાગી ગયા છે. પણ તેમ છતાંય આ ધામમાં અમુક લુખ્ખા તત્વો ઓવર સ્પીડમાં  ટુ વ્હીલર ચલાવી રહ્યાં છે. આ કારણે લોકોને  ભારે તકલીફ પડી રહી છે અને ઓવરસ્પીડના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટુ શક્તિપીઠ હોઈ આ ધામમાં કોઈ નીતિ નિયમોનું પાલન થતુ નથી. અમુક લુખ્ખા તત્વો પોતે હીરો હોય તેમ ભરચક બજાર મા ઓવરસ્પીડથી વાહનો ચલાવી રહ્યા છે પણ આવા લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામા આવતી નથી. આ કારણે ધર્મપ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે  અંબાજીના હાઇવે માર્ગ પર અને જુના બજારમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હોવા છતાંય અહીં સ્પીડ લીમીટનો ભંગ થઇ રહ્યો છે. કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસ અને ટ્રાફિક વિભાગ તરફથી તાત્કાલિક આવા ઓવરસ્પીડમાં ફરતા ટુ વ્હીલર ચાલકો પર કાયદેસર કાર્યવાહી કરી આરટીઓ પાલનપુરનો મેમો આપવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. અંબાજીમાં નાની નાની ઉમરના છોકરાઓ વગર લાયસન્સે ટુ વ્હીલર ઓવરસ્પીડમાં ચલાવી રહ્યા છે અને નવી મુસીબત ઉભી કરી રહ્યા છે. ત્યારે ટ્રાફિક વિભાગ તરફથી અંબાજીના વિવિધ માર્ગો પર તમામ ટુ વ્હીલરનું કડક ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાહન ચેકીંગમાં વહીવટી અધિકારી અને પત્રકારના વાહનોનું પણ કડક ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાયદાનો ભંગ કરતા વાહન ચાલકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંબાજીના લોકો કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News