યાત્રાધામ ઢીમામાં અસામાજિક તત્વોનો આતંક એક આખલા પર મળ્યાં નિશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:47:54
  • Views : 455
  • Modified Date : 2019-05-02 11:47:54

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં બુધવારે લુહારવાસની શેરીમાં એક આખલો લોહીલુહાણ હાલતમાં બેઠો હતો. ત્યારે કોઈ નફ્‌ફટ અને અસામાજિક તત્વોનું કારસ્તાન હોય તેવું જણાયું હતું. ત્યારે સમગ્ર
પંથકમાં આવા લોકો સામે ફિટકારની લાગણીઓ ફેલાઈ છે. શરીરના ત્રણ અલગ અલગ ભાગોમાં કુહાડી કે અન્ય કોઈ હથિયારનાં નિશાનો જોવાં મળ્યા હતા. તો વળી પવિત્ર યાત્રાધામ ઢીમામાં આવાં લોકો સામે ફિટકારની લાગણીઓ ફેલાઈ છે.
પવિત્ર યાત્રાધામમાં શ્રી ધરણીધર ભગવાનના સાનિધ્યમાં લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે બહારથી આવતાં યાત્રાળુઓમાં પણ આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે. સરહદી વિસ્તારમાં આવેલ યાત્રાધામને જાણે કે અસામાજિક તત્વોએ બાનમાં લીધું હોય તેમ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ થોડાં સમયથી કથળી જવા પામી છે. ત્યારે પોલીસ આવાં તત્વોની શાન ઠેકાણે લાવે તે જનહિતમાં છે.

Download Our B K News Today App



Related News