કોંગ્રેસની માંગ નહિ સંતોષાય તો આંદોલન કરવાની માંગ સાથે આવેદનત્ર આપ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:09:26
  • Views : 404
  • Modified Date : 2019-05-03 11:09:26

દાંતા તાલુકાના ધારાસભ્ય  કાંતિભાઈ ખરાડી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ, અથાનીયા તાલુકા પંચાયત પ્રમુખ પીન્કીબેન ચૌધરી તેમજ તાલુકાના તમામ ડેલીગેટો તમામ સરપંચો તાલુકામાં દરેક ગામના આગેવાનોએ કાળઝાળ ગરમીમાં દાંતા તાલુકામાં હાલમાં પીવાના પાણી અને
પશુઓને ઘાસચારો અને રોજગારી તાત્કાલિક ચાલુ કરવાનું પ્રાંત કલેક્ટરે તારીખ ૧૦-૫-૨૦૧૯ સુધીમાં નિકાલ નહિ આવે તો અહિંસક
આંદોલન કરવાની રસ્તા રોકોની અને તાલુકામાંથી
પસાર થતી ધરોઈની પાણીની પાઇપલાઇન બંધ કરવાનું અલ્ટીમેટમ ગતરોજ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું છે. અગાઉ વારંવાર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવાની અને પાણી ઘાસચારો અને રોજગારી વિશેના આવેદનપત્ર વારંવાર આપવા છતાં કોઈજ ઉકેલ ન આવતા આ અલ્ટીમેટમ આવેદનપત્ર  આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાના તમામ કોંગ્રેસી આગેવાનો, તાલુકા પંચાયત સભ્યો, તમામ સરપંચો તેમજ બહોળી સંખ્યામાં લોકો
ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News