અન્ડર -૧૯ વર્લ્ડ ટેનિસ સ્પર્ધામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:32:51
  • Views : 406
  • Modified Date : 2019-05-02 11:32:51

યુનિ. દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે ઃ વડગામ આર્ટ્‌સ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી ચૌધરી અત્યાર સુધી અનેક ટેનિસ સ્પર્ધામાં વિજયી રહી છે.હેમ.ઉ.ગુ.યુનિ.ની મંગળવારના રોજ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં વડગામ આટ્‌ર્સ કોલેજની મહિલા ટેનિસ ખેલાડીની વર્લ્ડ ઇન્ટર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધા માટે પસંદગી થઇ હોઇ તેના વિદેશી પ્રવાસના ખર્ચ માટે રૂ.૩.૫૦ લાખ ફાળવવાનો નિર્ણય કરી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું છે.બનાસકાંઠાના વડગામ તાલુકા મથક ખાતે આવેલી આર્ટ્‌સ કોલેજમાં બીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી મૂળ વિસનગર તાલુકાના ખંડોસણ ગામની વતની અને હાલ અમદાવાદ રહેતી વૈદેહી સુરેશભાઇ ચૌધરી ટનિસની ખેલાડી છે. અત્યાર સુધીમાં અન્ડર-૧૯ વર્લ્ડ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં હેમ.ઉ.ગુ.યુનિ.ની ટેનિસ ટીમની વૈદેહી ચૌધરી કેમ્પાનર હતી અને યુનિ.ની ટીમ આ સ્પર્ધામાં ચેમ્પિયન બની હતી તેમજ ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં પણ યુનિ.ની ટીમ ચેમ્પિયન બની હતી. જેમાં વૈદેહી કેપ્ટન હતી.વૈદેહી ચૌધરીની ઇટાલીના નેપોલી શહેરમાં આગામી દિવસોમાં રમાનારી વર્લ્ડ ઇન્ટર યુનિવર્સિટીની ટેનિસ સ્પર્ધામાં પસંદગી થઇ છે અને યુનિ.ના વિદ્યાર્થી તરીકે પ્રતિનિધિત્વ કરશે. ગતરોજ કુલપતિ ર્ડા.અનિલભાઇ નાયકની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ઇટાલી ટેનિસ સ્પર્ધામાં રમવા જઇ રહેલ વૈદેહી ચૌધરીને વિદેશ જવા માટે થનાર રૂ.૩.૫૦  લાખનો ખર્ચ યુનિ. ભોગવશે. તેવો નિર્ણય કરી મહિલા યુનિ. દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 


Download Our B K News Today App



Related News