ભારત વિકાસ પરિષદ દ્વારા લાયન્સ હોલમાં ‘‘માનવ ઉત્કર્ષ’’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:59:20
  • Views : 549
  • Modified Date : 2019-05-02 11:59:20

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તથા ભારત વિકાસ પરિષદ, ડીસા શાખાના સંયુક્ત ઉપક્રમે ‘માનવ ઉત્કર્ષ’ વિષય પર પૂજ્ય અપૂર્વમૂનિ સ્વામીનું વ્યાખ્યાન યોજાયું.કાર્યક્રમની શરૂઆતમાં ર્ડા. મનોજભાઈ અમીને પૂર્ણ વંદેમાતરમનું ગાન રજુ કર્યુ. દીપ પ્રાગટ્ય પછી મહેમાનનો પરિચય આપતાં પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામીએ કહ્યું વક્તા શ્રી અપૂર્વમુનિ સ્વામી એમ.એસ. યુનિ. ના ટેક્ષટાઈલ એન્જીનીયર છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી નવ વરસ સુધી સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કરીને અત્યારે દેશ વિદેશમાં પોઝિટીવ થીંકીંગ ઉપર મોટીવેશન માટે પ્રવચનો આપે છે. લાયન્સ ક્લબ હોલ ડીસામાં આજે ૧ મે ર૦૧૯ (ગુજરાત રાજ્ય સ્થાપના દિન) નિમિત્તે ‘માનવ ઉત્કર્ષ’ વિષય પર પોતાના વિચારો રજૂ કરતાં આજના સમાજની સમસ્યાઓ તરફ ધ્યાન દોરતાં કહ્યું  આપણા બાળકો ખોટી ફેશનના ભોગ ન બને, ખોટા વિચારોનું અનુકરણ ન કરે, મોબાઈલના વધી રહેલા ઉપયોગ પર બોલતાં સ્વામીજીએ કહ્યું જેમ અન્ય વ્યસન છે તેમ આ મોબાઈલ ચેટીંગનું વ્યસન છોડાવવા માટે પણ આપણે પ્રયત્નો કરવા પડશે. આધુનિક્તા અને આધ્યાત્મિક્તાનો સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ જીવન જીવતાં શીખવું. વિચારોની સ્થિરતા ઉપર ધ્યાન આપવું. અલગ બનવા માટે અલગ વિચારતાં શીખવું. જેવા જીવન મંત્રો આપ્યા. ડીસા નગર અને આજુ-બાજુનાં ગામોમાંથી પધારેલાં ભાઈઓ - બહેનોએ સત્સંગનો લાભ લઈને ધન્યતા અનુભવી.  ભારત વિકાસ પરિષદ ડીસા શાખાના પ્રમુખ હરેશભાઈ ઠક્કર  મંત્રી ર્ડા. વિશાલ ઠક્કર તથા બીજી પાંખ મહાવીજય શાખાના સંયોજક અમૃતભાઈ પઢિયાર, કાન્તીભાઈ દોશી, ઉત્તર પ્રાંત ગુજરાતના તથા ડીસાની બન્ને શાખાઓના પદાધિકારીઓ અને કર્મઠ કાર્યકરોએ ઉપસ્થિત રહીને ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. ર્ડા. વિશાલ ઠક્કરે બી.એ.પી.એસ.સંસ્થાના કાર્યકરો તથા સંતોનો અને અન્ય કાર્યકર મિત્રોનો આભાર વ્યક્ત કરીને ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ ભોજન - પ્રસાદની વ્યવસ્થા હતી તેથી શ્રોતાજનો સંતુષ્ટ થઈને આયોજકોને આશીર્વાદ આપતા હતા.


Download Our B K News Today App



Related News